Gujarati News » Photo gallery » History of Indian currency: How much has the Indian rupee changed since independence Learn interesting information through Photo Story
History of Indian currency : આઝાદીથી અત્યારસુધી કેટલો બદલાયો ભારતીય રૂપિયો? જાણો રસપ્રદ માહિતી Photo Story દ્વારા
History of Indian currency : આઝાદી સમયે એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાની નોટો સૌથી વધુ પ્રચલિત હતી. તે સમયે સૌથી મોટી નોટ દસ હજાર રૂપિયાની હતી.સૌથી ઓછો ફેરફાર 500 રૂપિયાની નોટમાં થયો છે. 2016માં નોટબંધી બાદ 1000 અને 500 રૂપિયાની જૂની નોટો પણ બંધ કરી દેવામાં આવી હતી.
ભારતે આઝાદીનાસાડા સાત દાયકા પૂર્ણ થયા છે. આ સમય દરમિયાન ઘણું બદલાઈ ગયું છે. દેશે કાચા રસ્તાઓથી એક્સપ્રેસ વે સુધીની સફર ખેડી છે.કોલસાથી ચાલતી ટ્રેનથી મેટ્રો સુધીની સફર જોઈ છે. ઘણી ચીજો આ વર્ષોમાં બદલાઈ છે. આ સાથે ભારતીય રૂપિયાનું સ્વરૂપ પણ બદલાતું રહ્યું છે. આપણા જીવનમાં દરરોજ વપરાતા પૈસાનું સ્વરૂપ પણ સમય સાથે બદલાતું રહ્યું છે.
1 / 7
ચલણી નોટોના સંગ્રહ અને અભ્યાસ સાથે સંકળાયેલા અનિલ કુશવાહાએ જણાવ્યું છે કે પહેલી નોટ બે અને પાંચ રૂપિયાની હતી, જેના પર રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખના હસ્તાક્ષર હતા.
2 / 7
આઝાદી સમયે એક રૂપિયા, બે રૂપિયા અને પાંચ રૂપિયાની નોટો સૌથી વધુ પ્રચલિત હતી. તે સમયે સૌથી મોટી નોટ દસ હજાર રૂપિયાની હતી.
3 / 7
આ પછી દેશમાં સમય અને પરિસ્થિતિ પ્રમાણે નોટો બદલાતી રહી છે. ડિઝાઈનની સાથે જે કાગળ પર નોટો છાપવામાં આવી હતી તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બધું સમયની માંગ અને દેશની અર્થવ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
4 / 7
એક, બે, પાંચ, દસ અને સો રૂપિયાની નોટોમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં એક અને બે રૂપિયાની નોટ ખાસ ચલણમાં નથી.
5 / 7
સૌથી ઓછો ફેરફાર 500 રૂપિયાની નોટમાં થયો છે. આ નોટ માત્ર એક જ વાર બદલવામાં આવી છે.
6 / 7
2016માં નોટબંધી બાદ 1000 અને 500 રૂપિયાની જૂની નોટો પણ બંધ કરી દેવામાં આવી હતી. 500 રૂપિયાની નોટ નવા સ્વરૂપમાં પરત ફરી છે. અત્યારે સૌથી મોટી નોટ 2 હજાર રૂપિયાની છે.