High Paying Job : ઇન્ટર્નનો પગાર 12.5 લાખ રૂપિયા ! વિદેશ જવાનું ભૂલી જાઓ, ભારતમાં નોકરી કરવાની શાનદાર તક
હાલના સમયમાં યુવાઓ સારી નોકરી કરવા અને કારકીર્દી બનાવવા માટે વિદેશ જાય છે. એવામાં એક સમાચાર બહાર આવ્યા છે કે, જેને સાંભળીને યુવા વર્ગ ઉત્સાહમાં આવી જશે.

વિશ્વના સૌથી મોટા ઇક્વિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ પર રેગ્યુલેટરી કાર્યવાહીને અવગણીને હાઇ-સ્પીડ ટ્રેડિંગ કંપનીઓ ભારતમાં એન્ટ્રી-લેવલ પોઝિશન્સ માટે શાનદાર સેલેરી ઓફર કરી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એમ્સ્ટરડેમ સ્થિત IMC ટ્રેડિંગ BV એ આ વર્ષે ભારતમાં ઇન્ટર્નને દર મહિને 12.5 લાખ ($14,182) નું વેતન ચૂકવ્યું છે, જે વર્ષ 2024 કરતાં ત્રણ ગણું વધારે છે.

સૌથી મોટી સ્થાનિક ભરતી કંપનીઓમાંની એક Quadeye નવા કર્મચારીઓને ₹7,50,000 સુધીનો પગાર ઓફર કરી રહી હતી, જે ગયા વર્ષ કરતાં 50% વધુ છે. ગ્લાસડોર મુજબ, ભારતીય ફાઇનાન્સ પ્રોફેશનલનો સરેરાશ વાર્ષિક પગાર લગભગ ₹7,00,000 છે.

રીટેલ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કડક નિયમોના કારણે ગયા વર્ષથી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં 40% થી વધુનો ઘટાડો થયો છે, છતાં આ કંપનીઓ ભરતી વધારી રહી છે અને સારા એવા પેકેજો ઓફર કરી રહી છે.

આની પાછળનું કારણ બજારમાં વધુ નફાની સંભાવના હોઈ શકે છે. માર્ચ 2024 સુધીના વર્ષમાં 'વિદેશી ફંડ' અને 'પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ ડેસ્કે' અલ્ગોરિધમના ઉપયોગથી $7 બિલિયનથી વધુનો કુલ નફો મેળવ્યો હતો.

એક્વીસ સર્ચ (Aquis Search) ના કો-હેડ ઓફ ક્વોન્ટ અને ટ્રેડિંગ ટેકનોલોજીના ડેનિયલ વાઝના જણાવ્યા અનુસાર, "લાભદાયી ટ્રેડર્સની માંગ પહેલા જેટલી જ મજબૂત છે. અમને લગભગ દર મહિને નવા ટ્રેડિંગ ડેસ્ક ખોલવા માટે પૂછપરછ મળી રહી છે અને ભારતમાં ટોચના સ્તરના ટ્રેડર્સ, ક્વોન્ટ રિસર્ચર્સ અને ટ્રેડિંગ સિસ્ટમ્સ એન્જિનિયર્સને આકર્ષવા માટે સારી એવી સ્પર્ધા ચાલી રહી છે."

વધુમાં ગણપતિ કેનેથ ગ્રિફિનની સિટાડેલ સિક્યોરિટીઝે ભારતમાં ઓપ્શન્સ ટ્રેડર્સની ભરતી કરી છે. બીજું કે, કામગીરીને મજબૂત બનાવવા માટે વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સિટાડેલે વર્ષ 2022 માં ગુરુગ્રામમાં તેની ઓફિસ ખોલી હતી.

કંપનીઓ પહેલાથી જ IIT જેવી ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓ સાથે જોડાયેલ રહે છે અને એમાંય ઇન્ટર્નને નોકરી પર રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ કંપનીઓમાં ઇન્ટર્નનો પગાર અન્ય કંપનીઓ કરતા નોંધપાત્ર રીતે વધારે હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ 2025 ના અંત સુધીમાં 70% થી વધુ 'ડેરિવેટિવ્ઝ ટ્રેડ્સ' અલ્ગોરિધમ દ્વારા ચલાવવામાં આવશે, જે ત્રણ વર્ષ પહેલા 60% થી વધુ હતા.
કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનું મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. કરિયરને લગતા અન્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો...
