હેલોવીન ફેસ્ટિવલમાં કેમ ભૂત જેવી વેશભૂષા ધારણ કરે છે લોકો, જાણો તેની પાછળનો રસપ્રદ ઈતિહાસ
દુનિયામાં 195 જેટલા દેશ છે. આ તમામ દેશ અલગ અલગ સંસ્કૃતિ, તહેવારો અને પરંપરાને અનુસરે છે. કેટલાક તહેવારો એવા હોય છે જે ધીરે ધીરે બીજા દેશમાં પણ પ્રચલિત થઈ જતા હોય છે. આવો જ એક તહેવાર છે એટલે હેલોવીન. ચાલો જાણીએ આ ફેસ્ટિવલની રસપ્રદ વાતો.

હેલોવીન પાર્ટી આજકાલ આખી દુનિયામાં આયોજિત કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેતા હોય છે. હેલોવીન પાર્ટીનો ઉદ્દેશ્ય પૂર્વજોની આત્માને શાંતિ પ્રદાન કરવાનો છે. તેને ઓલ સેન્ટસ એવ, ઓલ હેલોઝ ઈવ અને ઓલ હેલોવીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

સેલ્ટિક ઈસાઈ માને છે કે તેમના પૂર્વજોની આત્મા રાત્રે રસ્તાઓ પર ભટકતી હોય છે. તેમને અલગ અલગ પ્રાણીઓને કારણે નુકશાન થાય છે. તેવામાં તેમને સમ્માન આપવા માટે ભૂત જેવા કપડા પહેરીને હેલોવીનનું આયોજન કરવામાં આવે છે.

દુનિયાભરના ઘણા દેશમાં ક્રિસમસ પછી હેલોવીન એક મોટો તહેવાર છે. તેની શરુઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ અને ત્યારબાદ અમેરિકા, ઈંગ્લેન્ડ અને યૂરોપીય દેશોમાં પણ લોકોએ આ તહેવારને અપનાવ્યો.

31 ઓક્ટોબરની સાંજથી હેલોવીન તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન લોકો દોસ્તો અને પરિવાર સાથે પાર્ટી કરે છે. અંતિમ દિવસે આતશબાજી સાથે હેલોવીન તહેવાર સંપન્ન થાય છે.

પૂર્વજોની આત્માને રસ્તો બતાવવા માટે અને ખરાબ આત્માઓથી રક્ષણ મેળવવા માટે નારંગી રંગના કોળાનો ઉપયોગ થાય છે. તેની સાથે મીણબત્તી અને ભોજન પર રાખવામાં આવે છે.