તસ્વીરો : શિયાળામાં વાળને ગરમ કે ઠંડા પાણીથી ધોવાને લઈ મુંઝવણમાં છો ? તો જાણો ક્યાં પાણીથી વાળ ધોવા જોઈએ
શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ પાણીનું સેવન કરતા હોય છે. તેમજ ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. શિયાળામાં સવારના નાહવુએ જ એક મોટી સમસ્યા બની જાય છે. જેના પગલે મોટાભાગના લોકો ઉકડતા પાણીથી સ્નાન કરતા હોય છે. તેમજ વાળ પણ ગરમ પાણીથી જ ધોતા હોય છે. જેના પગલે વાળને સબંધિત અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીને અસર થાય છે. તેમજ વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમારા વાળને ગરમ પાણીથી ધોવો છો તો તમારા માથાની ત્વચામાં ભેજ ( સ્કેલ્પ મોઈશ્ચર) ઓછો થઈ શકે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક વાર ખંજવાળની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો તો તમારે વાળને ગરમ પાણીથી ધોવાનું ટાળવુ જોઈએ. કલર કરેલા વાળને ગરમ પાણીથી ધોવામાં આવે છે તો વાળનો કલર ઝડપથી નીકળી જાય છે.

ગરમ પાણીથી અવારનવાર વાળ ધોવામાં આવે તો વાળના મૂળ કમજોર થઈ જાય છે. જે પગલે વાળ સરળતાથી તૂટી જાય છે.તેમજ વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે.

ગરમ પાણી વાળના છિદ્રો ખોલે છે. જો તમે તેનાથી વાળ ધોશો તો સ્કેલ્પના રોમછિદ્રો સરળતાથી ખુલી જાય છે. જેના કારણે રોમછિદ્રોમાં ગંદકી જમા થાય છે અને તમારે ગંદા વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને નુકસાન થાય છે. પરંતુ ઠંડા પાણીથી વાળ ધોઈ શકતા ના હોવ તો તમે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. જે તમને ઠંડીથી પણ બચાવશે. તેમજ વાળને નુકસાન થતુ પણ અટકાવશે.
