Women’s Health : એક મહિલામાં જોવા મળી મલ્ટીપલ સ્કેલેરોસિસ બીમારી, જાણો કેમ આની કોઈ સારવાર નથી
મલ્ટીપલ સ્કેલેરોસિસ એક એવી બીમારી છે. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ બીમારી સીધી રીતે જેનેટીક હોતી નથી. બ્રિટેનમાં એક મહિલાને અચાનક રોમાન્સની ઈચ્છા પૂર્ણ થવા પાછળ મલ્ટીપલ સ્કલેરોસિસ અને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જેવી ગંભીર બીમારીઓ સામે આવી હતી. આના વિશે વિસ્તારથી જાણીએ.

સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુમિત કુમારે આ બીમારી વિશે Tv9 સાથે વાત કરી અને કહ્યું, "મલ્ટીપલ સ્ક્લેરોસિસ એ એક બીમારી છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ બીમારી સીધી આનુવંશિક નથી, પરંતુ જે લોકો મલ્ટીપલ સ્ક્લેરોસિસ ધરાવતા વ્યક્તિ સાથે સંબંધિત છે તેમને તે થવાની શક્યતા વધુ હોય છે.

મલ્ટીપલ સ્ક્લેરોસિસ ધરાવતા વ્યક્તિના ભાઈ-બહેન અથવા બાળકોને પણ આ બીમારી થવાનું જોખમ રહેલું છે. અંદાજ મુજબ, આ રોગ 100 માંથી લગભગ બે-ત્રણ લોકોમાં જોવા મળે છે.

મલ્ટીપલ સ્કેલેરોસિસના સમાન્ય લક્ષણો શું છે. અંગોમાં નબળાઈ આવવી,વ્યક્તિના પગમાં તેના હાથમાં નબળાઈ આવી શકે છે અને તેને સરળતાથી હલાવવામાં મુશ્કેલી પડી શકે છે.

શરીરમાં પિન અને સોય ખુંચતી હોય તેવો અનુભવ થવોએ મલ્ટીપલ સ્ક્લેરોસિસના પ્રારંભિક લક્ષણોમાંના એક છે અને તે ચહેરા, શરીર, હાથ અને પગને અસર કરી શકે છે. એક વ્યક્તિને પોતાની ગરદન હલાવતી વખતે કરંટ જેવો અનુભવ થાય છે.

મૃત્રાશયની સમસ્યા. કોઈ વ્યક્તિને પેશાબ કરવામાં મુશ્કેલી આવી શકે છે. વારંવાર પેશાબ જવાની જરૂર પડે છે. મૂત્રાશય પર નિયંત્રણ ગુમાવવું એ મલ્ટીપલ સ્ક્લેરોસિસનું પ્રારંભિક સંકેત છે.આ લક્ષણો સિવાય મલ્ટીપલ સ્કેલેરોસિસના કેટલાક અન્ય શરુઆતના સંકેતો છે. કબજીયાત અને દુખાવો આંતરડાbowel incontinence દોરી શકે છે.

વ્યક્તિ થાક અનુભવી શકે છે જે વ્યક્તિની કામ પર અથવા ઘરે કાર્ય કરવાની ક્ષમતાને નબળી પાડી શકે છે અને તે મલ્ટીપલ સ્ક્લેરોસિસના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે. સ્પેસ્ટીસીટી અને સ્નાયુઓમાં ખેંચાણ પણ મલ્ટીપલ સ્ક્લેરોસિસના પ્રારંભિક લક્ષણો છે.

"અફસોસની વાત એ છે કે, મલ્ટીપલ સ્ક્લેરોસિસનો હજુ સુધી કોઈ સારવાર નથી. જો કે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના આ રોગ માટે નવી અને સારી ઉપચાર પદ્ધતિઓવિકસાવવા માટે ઘણું સંશોધન ચાલુ છે."

ડોક્ટરનું કહેવું છે કે, તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક બદલાવ કરવાથી મલ્ટીપલ સ્કેલેરોસિસ હોવાનું રિસ્ક ઓછું કરી શકાય છે. ડાયટ,કસરત, મેડિકેશન અને શરુઆતમાં આની ઓળખ કરવાથી આની પ્રગતિને ધીમી કરી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
