Women’s health : નિપલમાં દેખાતા આ લક્ષણો બ્રેસ્ટ કેન્સરના સંકેતો છે, જાતે જ આ રીતે ઓળખો
મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો દેશ અને દુનિયામાં ખુબ જલ્દી વધી રહ્યો છે. આ કેન્સરનો એક પ્રકાર છે. જે મહિલાઓના સ્તનને પ્રભાવિત કરે છે. તો ચાલો જાણીએ કે, બ્રેસ્ટ કેન્સરના સામાન્ય લક્ષણોને ઓળખી પોતાનો બચાવ કરો.

મહિલાઓમાં બ્રેસ્ટનો ખતરો દેશ અને દુનિયામાં જલ્દી વધી રહ્યો છે. આ કેન્સરનો એક પ્રકાર છે. જે મહિલાઓના સ્તનને પ્રભાવિત કરે છે. બ્રેસ્ટ કેન્સરમાં કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવા લાગી છે. જેનાથી સ્તનમાં દુખાવો થતો નથી અને જેના કારણે પીડિત મહિલાઓને ખબર નથી રહેતી કે, આ બિમારી જાનલેવા બની જાય છે.

આવી સ્થિતિમાં, તેના લક્ષણો વિશે જાણવું એ જોખમને અવગણવા માટે પૂરતું છે. શરૂઆતના લક્ષણો જોવા કરતાં વધુ અનુભવાય છે. તે કંટ્રોલથી બહાર થઈ જાય આ લક્ષણોને સમજવા ખુબ જરુરી છે. તો ચાલો આજે તમને જણાવીએ કે, બ્રેસ્ટ કેન્સરના સામાન્ય લક્ષણોને કેવી રીતે ઓળખવા.

સામાન્ય રીતે બ્રેસ્ટના આકારમાં બદલાવ થવો સામાન્ય છે પરંતુ જો દર મિહને પીરિયડ આવતા પહેલા થાય છે.

તેમજ સ્તનમાં સોજો દેખાય કે, સ્તનમાં દુખાવો થઈ શકે છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, તેને બિલકુલ નજરઅંદાજ કરવો જોઈએ નહી.

જો તમે નાના બાળકોની માતા છો. અને બાળકોને દૂધ પીવડાવવાનું બંધ કરી દીધું છે.તો મિલ્ક ડિસ્ચાર્જ જોવા મળી શકેછે. કેટલીક મહિલાઓ સ્તનપાન જોડાવ્યાના 2 થી 3 વર્ષ સુધી એક એવો ડિસ્ચાર્જ જોવા મળે છે. જે ખુબ સામાન્ય છે પરંતુ જો તમારા નિપ્પલમાંથી બ્લડ ડિસ્ચાર્જ થાય છે. તો આ એક ખતરો છે. નિપ્પલમાંથી બ્લડ જેવા રંગનું ડિસ્ચાર્જ થવાથી બ્રેસ્ટ કેન્સરની સંભાવના પણ વધી જાય છે.

નિપલની ડીંટડીની લાલાશ સ્તન કેન્સરનું પ્રથમ સંકેત માનવામાં આવે છે. જોકે, જો તમારા સ્તનની ડીંટીમાં ખંજવાળ આવે, ભીંગડાંવાળું અને તિરાડ પડે તો તમને ખરજવું પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે તમને આવું લાગે, ત્યારે તમારે વિલંબ કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.જો તમારા બ્રેસ્ટ અને નિપલના ભાગની આજુબાજુ સોજો અને સ્કિન લાલ જોવા મળી રહી છે. તો આ પણ એખ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ છે. એટલા માટે જલ્દી ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
