Women’s health : શું સારવાર પછી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર ફરીથી થઈ શકે છે? નિષ્ણાતો પાસેથી જાણો
બ્રેસ્ટ કેન્સર એક ગંભીર રોગ છે.જેનાથી બચવા માટે સતર્કતા ખુબ જરુરી છે. બ્રેસ્ટ કેન્સરની સફળ સારવાર થયા બાદ પણ શું ફરીથી થઈ શકે છે,આ વિશે આજે આપણે ડોક્ટર પાસેથી વધુ માહિતી જાણીશું.

મહિલાઓને થતાં કેન્સરમાં બ્રેસ્ટ કેન્સરનો ભાગ 14 ટકા હોય છે. બ્રેસ્ટ કેન્સર એક ગંભીર રોગ છે તેનો વધુ ફેલાવવાનો પણ ડર રહે છે.ડોક્ટરો હંમેશા કહે છે કે સ્ત્રીઓએ સમય સમય પર પોતાના બ્રેસ્ટની તપાસ કરાવતા રહેવું જોઈએ.

શું બ્રેસ્ટમાં કોઈ ગાંઠ છે કે તેના કદમાં કોઈ ફેરફાર થયો છે? જો બ્રેસ્ટમાં દુખાવો થાય, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શું બ્રેસ્ટ કેન્સરની સફળ સારવાર પછી પણ ફરીથી થવાની શક્યતા છે? આ વિશે એક સિનિયર ઓન્કોલોજિસ્ટ સાથે વાત કરીએ.

આપણે અનેક કેસ એવા જોયા છે કે, બ્રેસ્ટ કેન્સરની રિકવરી બાદ ફરીથી દર્દીમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળ્યું હોય. હાલમાં આયુષ્માન ખુરાનાની પત્નીને પણ બીજી વખત બ્રેસ્ટ કેન્સર થયું હોવાના અહેવાલો છે.

ડોક્ટર કહે છે કે, જો કેન્સરની શરુઆતમાં આની સારવાર થઈ જાય છે તો ખુબ ઓછા ચાન્સ રહે કે, તમને બ્રેસ્ટ કેન્સર ફરીથી થાય. પરંતુ જો કેન્સર બ્રેસ્ટની બહાર ફેલાય જાય છે. તો આની સારવાર બાદ પર ફરી થવાની શક્યતા રહે છે.

ડૉ કહે છે કે, જો સ્તન કેન્સર સ્તનની બહાર ફેલાય છે, તો તેની સારવારમાં વધુ સમય લાગે છે. ક્યારેક, કેટલાક કેન્સર કોષો રહી જાય છે, જે તેનું ફરીથી થવાનું જોખમ વધારે છે. આ ઉપરાંત, આનુવંશિક કારણો અને ઉચ્ચ હાઈ બોડી માસ ઇન્ડેક્સ પણ આનું કારણ બની શકે છે. બ્રેસ્ટ (સ્તન કેન્સર)ના પુનરાવર્તનને રોકવા માટે, સતત તપાસ અને દેખરેખ જરૂરી છે.

બ્રેસ્ટ કેન્સર સફળ સારવાર થયા બાદ તેના પ્રત્યે સજાગ રહેવું જરુરી છે. ડોક્ટર કહે છે કે, કેન્સર સફળ સારવાર બાદ પણ 15 વર્ષ સુધી બીજી વખત થવાના ચાન્સ રહે છે. એટલા માટે કેન્સર દર્દીઓ પ્રથમ વર્ષમાં દર ત્રીજા મહિને તપાસ કરવામાં આવે છે અને જેમ જેમ વર્ષ આગળ વધે છે તેમ તેમ તપાસની સંખ્યા ઘટતી જાય છે.

આ સાથે, દર્દીએ સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ. સ્વસ્થ આહાર, કસરત અને ધૂમ્રપાન અને દારૂ ટાળવાનું પાલન કરવું જોઈએ. આ કેન્સર ફરીથી થવાની શક્યતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
