Women’s health : પ્રેગ્નન્સી પહેલા એગની ગુણવત્તા સુધારવા માટે શું ખાવું જોઈએ? ડૉક્ટર પાસેથી જાણો
પ્રેગ્નન્સીનું આયોજન કરતા પહેલા, સ્ત્રીઓએ તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે એગની ગુણવત્તામાં સુધારો કરે છે.ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણીએ કે, તમારે ડાયટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ.

આજકાલ છોકરા છોકરીઓ અભ્યાસ અને કરિયરમાં આગળ વધવા માટે લગ્ન મોડા કરે છે. જેના કારણે તેની અસર તેના ફેમિલી પ્લાનિંગ પર પડે છે. 30ની ઉંમર બાદ મહિલાઓમાં એગ ક્વોલિટી ઘટવા લાગે છે. જે ઈનફર્ટિલિટીનું એક મોટું કારણ છે. પ્રેગ્નન્ટ થવા માટે મહિલાઓની ઓવરીઝમાંથી નીકળતા એગ હેલ્ધી હોવા જોઈએ. સાથે પુરુષોના સ્પર્મની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ.

જો બંન્નેમાંથી કોઈ એકની એગ ક્વોલિટી સારી નથી તો પ્રેગ્નન્સીમાં મુશ્કેલી આવી શકે છે. હોર્મોનલ ઈન્બેલેન્સ અને ઉંમરની સાથે ધટતી એગ ક્વોલિટીને સુધારવા માટે ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણીએ કે, તમારે ડાયટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જેનાથી મહિલાઓની એગ ક્વોલિટી સારી થઈ શકે છે.

મહિલાઓમાં એગ ક્વોલિટી સારી બનાવવા માટે શું ખાવું જોઈએ. તો એવોકાડો મહિલાઓ માટે બેસ્ટ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર એવોકાડોની ગણતરી સુપરફુડમાં થાય છે. એવોકાડોને ડાયટમાં સામેલ કરી તમે રિપ્રોડક્ટિવ હેલ્થમાં સુધારો કરી શકો છો. એવોકાડોને તમે સલાડ,સેન્ડવીચ તરીકે ડાયટમાં લઈ શકો છો.

એગની ક્વોલિટી માટે ડાયટમાં પ્રોટીનની માત્રા ભરપુર હોવી જોઈએ. જેના માટે તમે દાળ અને ફ્રુટ્સ તેમજ લીલા શાકભાજી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દાળથી શરીરમાં પ્રોટીનની સાથે આયરન,વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. જે ફર્ટિલિટી માટે જરુરી હોય છે.

દાળ અને ફ્રુટ્સ ખાવાથી શરીરમાં આયરન અને પ્રોટીનની ઉણપ દુર થાય છે.જેના કારણે તમારું ઓવ્યુલેશન પણ સમયસર થશે.

પ્રેગ્નન્સીનો પ્લાન કરતા પહેલા ધ્યાન રાખો કે, તમારા ડાયટમાં મુઠ્ઠી ડ્રાયફ્રુટ્સ જરુર સામેલ કરો. તમે અંજીર,કિસમિસ, બદામ,અખરોટને આખી રાત પાણીમાં પલાળી સવારે સેવન કરી શકો છો.જેના કારણે તમારું ઓવ્યુલેશન પણ સમયસર થશે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પોષકતત્ત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે એગ્સની ક્વોલિટી વધારવામાં મદદ કરે છે. આ સાથે ઈમ્યુનિટી પણ બુસ્ટ કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
