AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! ₹2,600 ના વધારા સાથે નવી ટોચ પર, ચાંદીનો દબદબો યથાવત્

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે સોનું દરરોજ ઉચ્ચતમ સ્તર પર પહોંચી રહ્યું છે, ત્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

| Updated on: Oct 08, 2025 | 8:34 PM
Share
વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળે છે. સોનાના ભાવ ₹6,000 વધીને ₹1,26,600 પ્રતિ 10 ગ્રામની નવી ટોચ પર પહોંચ્યા છે. ચાંદીના ભાવ પણ ₹3,000 વધીને ₹1,57,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે.

1 / 6
પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હી બુલિયન બજારમાં બુધવારે સોનાના ભાવ ₹2,600 વધીને ₹1,26,600 પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. ચાંદીના ભાવ પણ તેમના ઉચ્ચ સ્તરે રહ્યા હતા.

2 / 6
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? -  ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ₹2,600ના તીવ્ર વધારા બાદ મંગળવારે 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹1,24,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. નિષ્ણાતો કહે છે કે યુક્રેન અને એશિયામાં વધતા તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં ઘટાડાની વધતી જતી બજાર અપેક્ષાઓએ રોકાણકારોને સોના જેવી સલામત સંપત્તિ તરફ આકર્ષિત કર્યા છે.

3 / 6
 માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો ચાલુ છે. બુધવારે ચાંદીના ભાવ ₹3,000 વધીને ₹1,57,000 પ્રતિ કિલો થયા, જે તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. સોમવારે, ચાંદીના ભાવ ₹1,57,400 પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચ્યા. મંગળવારે ચાંદી ₹1,54,000 પ્રતિ કિલોનો ભાવ હતો.

4 / 6
વિદેશી બજારોમાં પણ સોનાનો ભાવ ચમકતો રહ્યો છે. સ્પોટ ગોલ્ડ 2% વધીને $4,049.59 પ્રતિ ઔંસ પર પહોંચ્યો, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર છે. સ્પોટ સિલ્વર પણ 2% થી વધુ વધીને $48.99 પ્રતિ ઔંસ પર પહોંચ્યો.

5 / 6
નિષ્ણાતોના મંતવ્યો શું છે? - કોટક સિક્યોરિટીઝના AVP કોમોડિટી રિસર્ચ કાયનત ચૈનવાલાના મતે, સ્પોટ ગોલ્ડ પહેલીવાર $4,000 પ્રતિ ઔંસના આંકને પાર કરી ગયું છે. યુએસ અર્થતંત્રની સ્થિતિ, સરકારી શટડાઉન અને વૈશ્વિક અનિશ્ચિતતાએ રોકાણકારોને સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ ધકેલી દીધા છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">