AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપ્ટેમ્બરમાં ભારતમાં ગોલ્ડે બધા રેકોર્ડ તોડી નાખ્યા ! રોકાણકારોમાં સોનાનો ક્રેઝ સાતમા આસમાને, આખું એશિયા સ્તબ્ધ

સપ્ટેમ્બરમાં ભારતમાં 'ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટે' બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. રોકાણકારોના સોના પ્રત્યેના જુસ્સાએ એશિયાને આશ્ચર્યચકિત કરી દીધું છે.

| Updated on: Oct 08, 2025 | 6:22 PM
Share
ભારતીય ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સે (ETFs) સપ્ટેમ્બર 2025 માં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ નોંધાવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ભારતીય ગોલ્ડ ETF માં કુલ રોકાણ $902 મિલિયન (આશરે રૂ. 7,600 કરોડ) થયું હતું. ઓગસ્ટમાં $232 મિલિયનથી આમાં 285% નો વધારો છે. વર્ષ 2025 માં આ સતત ચોથો મહિનો છે, જ્યારે ગોલ્ડ ETF માં આટલો વધારો જોવા મળ્યો છે.

1 / 7
વર્ષ 2025 માં માર્ચ અને મે સિવાય બધા મહિનાઓમાં ગોલ્ડ ETF માં પોઝિટિવ રોકાણ જોવા મળ્યું છે. સપ્ટેમ્બરમાં, ભારત 'ગોલ્ડ ETF' રોકાણમાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે હતું. યુએસ પ્રથમ ક્રમે ($10.3 બિલિયન), ત્યારબાદ યુકે ($2.23 બિલિયન) અને સ્વિટ્ઝર્લૅન્ડ ($1.09 બિલિયન) છે. ગ્લોબલ લેવલે, ETF રોકાણ કુલ $17.3 બિલિયન હતું.

2 / 7
આ વર્ષે અત્યાર સુધીમાં, ભારતીય ગોલ્ડ ETFs એ $2.18 બિલિયનનું રોકાણ થયું છે, જે એક વર્ષ માટે અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ છે. વર્ષ 2024 માં $1.29 બિલિયન, વર્ષ 2023 માં $310 મિલિયન અને વર્ષ 2022 માં $33 મિલિયન કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

3 / 7
વિશ્લેષકોનું કહેવું છે કે, કરન્સીમાં વધઘટ અને સુરક્ષિત રોકાણની વધતી માંગ 'ગોલ્ડ ETF' ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરી રહી છે. ઠંડા શેરબજાર અને જિયો-પોલિટિકલ તેમજ ટ્રેડ રિસ્ક વચ્ચે રોકાણકારો હાલ સોના તરફ વળ્યા છે.

4 / 7
સપ્ટેમ્બરમાં એશિયામાં ગોલ્ડ ETF માં કુલ $2.1 બિલિયનનું રોકાણ થયું. ચીન ($622 મિલિયન) અને જાપાને ($415 મિલિયન) આમાં સૌથી વધુ યોગદાન આપ્યું. બીજા મુખ્ય દેશોમાં જર્મની ($811 મિલિયન), કેનેડા ($301 મિલિયન), ઇટાલી ($234 મિલિયન), ઓસ્ટ્રેલિયા ($182 મિલિયન) અને દક્ષિણ કોરિયા ($165 મિલિયન)નો સમાવેશ થાય છે.

5 / 7
ટ્રેડ અને પોલિસીને લઈને અનિશ્ચિતતાઓ, ડોલરમાં નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં 25 બેઝિસ પોઇન્ટ રેટ ઘટાડાને કારણે માંગ મજબૂત રહી છે. બજાર હવે વર્ષના અંત સુધીમાં વધુ એકથી બે રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે.

6 / 7
સોનાના ભાવ વારંવાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી રહ્યા છે. ગ્લોબલ શેરબજાર ઐતિહાસિક રેકોર્ડ લેવલની નજીક હોવા છતાં ભવિષ્યમાં બજારમાં અસ્થિરતા પાછી આવી શકે છે, તેવી આશંકા છે. આ પરિણામે રોકાણકારો વધુને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ ઓપ્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">