સવારે, ભોજન પહેલાં, કે સૂવાના સમયે ? આદુનું પાણી પીવાનો યોગ્ય સમય – જાણો
આદુનું પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. પણ તમારા મનમાં સવાલ થતો હશે કે ભોજન પહેલાં, બપોર પછી ક્યારે પીવાથી વધારે ફાયદા થાય તો ચાલો વિગતે જાણીએ.

આદુ એક ઘરેલું ઉપાય છે, જે પાચન માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોમાં સાબિત થયું છે કે આદુ ખોરાક ઝડપથી હજમ કરવામાં, પેટ ઘટાડવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ રોજ આદુનું પાણી પીવાનું શરૂ કરતાં પહેલાં, એ જાણવું ખૂબ જ જરુરી છે.

ભોજન પહેલાં (20-30 મિનિટ પહેલાં) - આદુનું પાણી પીવાથી પાચન સુધરે છે. તે પેટમાં પિત્ત અને એન્ઝાઇમ્સ વધારવા મદદ કરે છે, જેથી ખોરાક સારી રીતે હજમ થાય છે.

ભારે ભોજન પછી (30-60 મિનિટ પછી) જો તમે ભારે ખોરાક જમ્યા હોય, તો પછી આદુનું પાણી પીવાથી અપચો દૂર થાય છે. એક શોધ પ્રમાણે, આદુ પેટ ખાલી થવાની પ્રક્રિયા ઝડપી કરે છે અને પેટ હલકું રહે છે.

મધ્ય સવાર (સવારે 10 થી 11 વચ્ચે) નાસ્તા પછી અને બપોરના ભોજન પહેલાં આદુનું પાણી પીવાથી પાચન સુધરે છે, ઉબકા અને પેટ ફૂલવાનું ઓછું થાય છે. તે શરીરને તાજગી આપે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

સૂતા પહેલાં (થોડી માત્રામાં) આદુનું પાણી પીવાથી શરીરને શાંતિ થાય છે અને રાતોરાત ડિટોક્સિફિકેશનમાં વધારો થાય છે. પરંતુ જો તમને એસિડિટી હોય તો રાત્રે ના પીવું.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
