જિરાફ જેવી ઊંચાઈ ધરાવે છે Sulemana Abdul Samed,વિશ્વનો સૌથી ઊંચો માણસ બની શકે છે ઘાનાનો આ યુવક
Sulemana Abdul Samed : ઘાનાનો યુવક સુલેમાના અબ્દુલ સમેદ પોતાના ઊંચાઈને કારણે હાલમાં ભારે ચર્ચા છે. તેની ઊંચાઈને કારણે તે વિશ્વનો સૌથી ઊંચાઈવાળો માણસ બની શકે છે.

ઉત્તરી ઘાનાનો 29 વર્ષીય સુલેમાના અબ્દુલ સમેદ તેની ઊંચાઈને કારણે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તેની ઊંચાઈ 9 ફૂટ 6 ઈંચ છે.

અબ્દુલ સમેદ માર્ફાન સિનડ્રોમની બીમારીથી પીડિત છે. તે એક આનુવંશિક રોગ છે. આ બીમારીમાં કરોડરજ્જુ અસાધારણ રીતે વધા છે. તેનાથી શરીરની માંશપેશી પર પણ અસર પડે છે. માર્ફાન સિનડ્રોમને કારણે શરીરના અંગોની લંબાઈ વધતી રહે છે.

તેને તેની ઊંચાઈનો આ આંકડો ઘાનાની એક સ્થાનિક હોસ્પિટલમાંથી જાણવા મળ્યા હતો. સામાન્ય ચેકઅપ દરમિયાન તેની ઊંચાઈ માપવામાં આવી હતી. તે સમયે હોસ્પિટલ પાસે ઊંચાઈ માપવા માટેને સારા સાધનો પણ ન હતા.

તમને જાણીની નવાઈ લાગશે કે તે ઘાનાના ઘણા લોકોના ઘરની દીવાલો જેટલી ઊંચાઈ ધરાવે છે. હાલમાં વિશ્વનો સૌથી ઊંચો માણસ 8 ફૂટ 2 ઈંચ છે. ઘાનાનો 29 વર્ષીય સુલેમાના અબ્દુલ સમેદની આ ઊંચાઈનો આંકડો સાચો હશે તો તે પણ વિશ્વનો સૌથી ઊંચો માણસ બની શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, સમેદના શરીરના વિકાસને રોકવા માટે તેના મગજમાં સર્જરીની જરૂર પડશે.