ખેડૂતોને ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો
લોકો ભોજનમાં લીલાની સાથે લાલ મરચા પણ શાકભાજીમાં ઉમેરે છે. મરચાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. બજારમાં હંમેશા તેની માગ રહે છે, તેથી ખેડૂતોને તેના સારા ભાવ મળે છે. ખેડૂતો લાલ મરચાની ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે, કારણ કે તેની ખેતી માટે ઓછો ખર્ચ થાય છે.

મરચાની ખેતી માટે સૌથી પહેલા વધારે ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવાની રહે છે. આ માટે ખેડૂતોએ તેની જમીન અને વિસ્તારના આધારે જાતની પસંદગી કરી વાવણી કરવી જોઈએ. મરચાની ખેતી માટે ગોરાડ, મધ્યમ કાળી અથવા ભાઠાની કાંપાળ જમીન સારી છે.

ખેડૂતોએ લાલ મરચાના બીજનું વાવેતર યોગ્ય અંતરે કરવું જોઈએ. આ સાથે જ જમીનમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. મરચાના પાકને શિયાળામાં 12 થી 15 દિવસે અને ઉનાળામાં 7 થી 8 દિવસે પિયત આપવું.

મરચાના પાકને શરૂઆતમાં વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકુળ છે તેમજ ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. તેથી તેની ખેતી માટે યોગ્ય આબોહવા હોવી જરૂરી છે. લાલ મરચાની ખેતીમાં સિંચાઈ નિયમિત રીતે આપો.

મરચાના પાકમાં જરૂરિયાત મૂજબ ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત મરચામાં રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ભલામણ મૂજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરો. મરચામાં રોપણી પછી 60 થી 70 દિવસે પહેલી વીણી શરૂ થાય છે.