AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, જુઓ તસવીરો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હજી 135 મૃતકોના પરિવારજનો ન્યાય ઝંખી રહ્યાં છે.135થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માગ કરી રહ્યાં છે. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

Ronak Varma
| Edited By: | Updated on: Oct 30, 2023 | 11:32 AM
Share
મોરબી કેબલ બ્રિજ ધરાશાયી થવાની ગોઝારી દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત  થયા હતા. ત્યારે આજે પણ મોરબીના લોકો માટે આ દુર્ઘટના હજુ તાજી જ છે. ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવાને લઇને ઘટનાના મૃતકોના પરિવારજનો આજે અમદાવાદના ગાંધી આક્ષમ ખાતે એકઠા થયા હતા અને શ્રદ્ધાંજલિ સભા યોજી હતી.

2 / 5
લોકો પોતાના મૃતક સ્વજનના ફોટો સાથે ગાંધી આશ્રમમાં એકઠા થયા હતા.વિવિધ પોસ્ટર અને બેનર હાથમાં પકડની તેમણે ન્યાયની માગ કરી હતી. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

3 / 5
દૂર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યપ્રધાન નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

4 / 5
ગાંધી આશ્રમમાં આજે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના 200 જેટલા પરિવારજનો જોડાયા છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં SITનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">