AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ પાખંડી સંતો તેમના પાખંડના પાપે ભોગવી રહ્યા છે જેલની સજા, ભક્તોની આસ્થા સાથે ચેડા કરનારાઓને ઓળખી લો

દેશમાં ઘણા એવા બાબાઓ છે જે પોતાના દુષ્કૃત્યોને કારણે જેલના સળિયા પાછળ છે. ચાલો જાણીએ કે આજે કયા બાબાઓ જેલની સજા ભોગવી રહ્યા છે અને તેમની સામે કયા આરોપો છે.

Meera Kansagara
| Edited By: | Updated on: Aug 18, 2025 | 5:10 PM
Share
દેશમાં ઘણા એવા બાબાઓ છે જેમણે ધર્મના નામે લોકોનું શોષણ કર્યું હતું. પછીથી તેઓ પકડાયા અને હવે તેઓ જેલના સળિયા પાછળ છે અથવા ફરાર છે. ચાલો આવા કેટલાક બાબાઓ વિશે જાણીએ કેવી રીતે તે બધાએ લોકોની આસ્થાનો લાભ લીધો અને તેમના કાળાકર્મોનો પર્દાફાશ થયો અને તેઓ તેમના દુષ્કૃત્યોને કારણે જેલના સળિયા પાછળ છે.

1 / 6
ગુરમીત રામ રહીમ: સૌપ્રથમ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ વિશે વાત કરીએ. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને 2017 માં બે સાધ્વીઓ પર રેપ કરવાના કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગુરમીતને વારંવાર પેરોલ અને ફર્લો મળવાને કારણે પણ વિવાદ થયો છે. તાજેતરમાં, ઓગસ્ટ 2025 માં, તેમને 40 દિવસની પેરોલ આપવામાં આવી હતી, જે તેમની 14મી મુક્તિ હતી.

2 / 6
આસારામ બાપુ: હવે વાત કરીએ આસારામ બાપુની. રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને 2018માં સગીરા પર રેપના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમના પર સુરતની બે સગીરાઓ પર રેપ, સાક્ષીઓ પર હુમલો અને હત્યા જેવા ગંભીર આરોપો છે. ઓગસ્ટ 2024માં રાજસ્થાન હાઈકોર્ટે તેમને સારવાર માટે સાત દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ રેપના કેસમાં સુરતની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

3 / 6
સંત રામપાલ: હરિયાણાના બીજા એક બાબા, સંત રામપાલ, હિસાર જેલમાં બંધ છે. સતલોક આશ્રમ ચલાવતા રામપાલ પર રાજદ્રોહ, શારીરિક શોષણ, ગેરકાયદેસર હથિયાર રાખવા અને સરકારી કામમાં અવરોધ લાવવાનો આરોપ છે. તેમના આશ્રમમાંથી ગર્ભપાત અને વાંધાજનક દવાઓના પુરાવા મળી આવ્યા હતા. જેના પછી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

4 / 6
સ્વામી ભીમાનંદ: સ્વામી ભીમાનંદ, જે ઇચ્છાધારી બાબા તરીકે ઓળખાય છે, દિલ્હીમાં દેહ વ્યાપાર રેકેટ ચલાવવાના આરોપમાં જેલમાં છે. ભીમાનંદ, જે પહેલા સુરક્ષા ગાર્ડ હતા, તેમની સામે MCOCA જેવા ગંભીર કાયદા હેઠળ કેસ નોંધાયેલા છે.

5 / 6
સ્વામી પરમાનંદ: તામિલનાડુમાં તિરુચિરાપલ્લી આશ્રમ ચલાવતા સ્વામી પરમાનંદ પણ જેલમાં છે. તેમના પર 13 મહિલાઓ પર રેપ કરવાનો આરોપ છે.

6 / 6

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. જેની કોઈ ખાસ પ્રકારની વ્યાખ્યા નથી. દેશ કે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેને પણ અપરાધ માનવામાં આવે છે. જેમાં ચોરીથી લઈને હત્યા સુધીના કૃત્યનો સમાવેશ થાય છે. ગુનો એ માત્ર અમુક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમુદાય, સમાજ અથવા રાજ્ય માટે પણ હાનિકારક કૃત્ય છે.આવા કૃત્યો કાયદા દ્વારા પ્રતિબંધિત અને સજાપાત્ર છે. ક્રાઈમના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">