આજનું હવામાન : ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો જામશે
ગુજરાતમાં હવામાનને લઈને આગામી દિવસોમાં ફરી એકવાર ફેરફાર જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. એક તરફ દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ સવાર અને રાત્રે ઠંડી યથાવત રહે છે.

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે, જેના કારણે વહેલી સવારમાં ઠંડીનું પ્રમાણ ઓછું લાગ્યું હતું. જોકે હવામાન વિભાગના અનુમાન મુજબ આ સ્થિતિ હવે બદલાવાની છે.
ઉત્તર-પૂર્વીય પવનો ફરી સક્રિય બનતાં રાજ્યમાં શિયાળો જામવાની શક્યતા છે. આ પવનોના કારણે ઠંડા હવામાનનું જોર વધશે અને આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ શકે છે.
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં લઘુત્તમ તાપમાન આશરે ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રહી શકે છે, પરંતુ સવાર અને રાત્રિના સમયમાં ઠંડક વધુ અનુભવાશે. વૃદ્ધો અને બાળકોને ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારમાં ધુમ્મસ અને ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોમાં શિયાળાની સાચી અનુભૂતિ ફરી એકવાર જોવા મળશે. હવામાનના આ બદલાતા મિજાજને ધ્યાનમાં રાખીને લોકોને ગરમ કપડાંનો ઉપયોગ કરવા અને આરોગ્યની કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો