એલોન મસ્ક

એલોન મસ્ક

એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમનો જન્મ 28 જૂન 1971ના રોજ થયો હતો. તે દક્ષિણ આફ્રિકન-કેનેડિયન-અમેરિકન ઉદ્યોગપતિ છે, રોકાણકાર અને એન્જિનિયર પણ છે. એલન મસ્ક SpaceX ના સ્થાપક, સીઈઓ અને મુખ્ય ડિઝાઇનર પણ છે. તેઓ ટેસ્લા કંપનીના સહ-સ્થાપક, સીઈઓ અને પ્રોડક્ટ આર્કિટેક્ટ પણ છે, અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X જે પહેલા Twitter તરીકે ઓળખાતુ હતું તેના માલિક અને સીઈઓ છે.

હાલમાં, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની કુલ સંપત્તિ 203 બિલિયન અમેરિકન ડોલર છે. હાલમાં તેઓ વિશ્વના બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. ચાલુ વર્ષમાં તેમની નેટવર્થમાં 25.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તાજેતરમાં, ટેસ્લાના બોર્ડે તેમના પગાર પેકેજને મંજૂરી આપી છે, જે 44.9 બિલિયન અમેરિકન ડોલર છે.

ઇલોન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયા, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકામાં થયો હતો, તેઓ મે મસ્ક, કેનેડાના રેજિનાના મોડલ અને આહાર નિષ્ણાત અને દક્ષિણ આફ્રિકાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એલોન મસ્કના પુત્ર છે. તેમને એક નાનો ભાઈ કિમ્બલ અને એક નાની બહેન ટોસ્કા છે.

Read More

જ્યોર્જિયા મેલોનીને ડેટ કરી રહ્યા છે Elon Musk ? ટેસ્લાના CEOએ હવે આપ્યો આવો જવાબ

છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન મેલોની વચ્ચેના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા હતા અને યુઝર્સ બંનેની તસવીરો શેર કરી મજાકમાં પૂછી રહ્યા હતા કે શું મસ્ક મેલોનીને ડેટ કરી રહ્યા છે. પરંતુ ટ્વિટરના માલિકે હવે આ તમામ સવાલોના જવાબ આપ્યો છે.

એલોન મસ્ક પર ઓળઘોળ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- રાષ્ટ્રપતિ બનીશ તો ટેસ્લાના સીઈઓનો કેબિનેટમાં કરીશ સમાવેશ

ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર તરીકે પણ ઓળખાતા) ના માલિક એલોન મસ્કની તરફેણ કરતા હોય તેવું લાગે છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો કેબિનેટમાં એલોન મસ્કને સ્થાન આપવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">