Breaking News : AAPના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા જંગપુરાથી 600 મતોથી હાર્યા
જંગપુરા બેઠક પરથી AAP નેતા મનિષ સિસોદિયાની હાર થઇ છે.ભાજપના તરવિંદર સિંઘની જીત થઇ છે. આમ આદમી પાર્ટીએ અહીંથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા હતા. તરવિંદર સિંહ મારવાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા. કોંગ્રેસે ચૂંટણીમાં ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સીએમ મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવારે તેમને 600 મતોથી હરાવ્યા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની હાર આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184 મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.
રેડિયો જોકીથી લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા મનીષ સિસોદિયાના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































