માતા ગુજરાતી દેવીને ત્યાં થયો છે જન્મ, દિકરો રાજકારણમાં, દિકરાની વહુએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો છે ગોલ્ડ મેડલ

રાજનાથ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો.તેમના પિતા રામ બદન સિંહ હતા અને તેમની માતા ગુજરાતી દેવી હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સિંહે ગોરખપુર વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

| Updated on: May 06, 2024 | 6:02 PM
રાજનાથ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામમાં પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવીને ત્યાં થયો હતો. તેનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેનો એક ભાઈ જયપાલ સિંહ પણ છે.

1 / 11
એફિડેવિટ મુજબ રાજનાથ સિંહની ઉંમર 72 વર્ષની છે. જો આપણે તેના એડ્રેસની વાત કરીએ તો 3/206, વિપુલ ખંડ, ગોમતી નગર, લખનૌ, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તો આજે આપણે રાજનાથ સિંહના પરિવાર વિશે વાત કરીશું.

2 / 11
રાજનાથસિંહનો જન્મ 10 જુલાઈ, 1951ના રોજ થયો છે.તેઓ લખનૌ સંસદીય ક્ષેત્રના સાંસદ છે તથા હાલમાં ભારતના રક્ષામંત્રી તરીકે કાર્યરત છે. આ પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

3 / 11
તેમણે 5 જૂન 1971ના રોજ સાવિત્રી સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી છે. તેમના પુત્ર પંકજ સિંહ એક રાજકારણી છે અને ભાજપ તરફથી ઉત્તર પ્રદેશના નોઈડાથી વિધાનસભાના સભ્ય છે.

4 / 11
પંકજ અને સુષ્માના લગ્ન નવેમ્બર 2004માં થયા હતા. તેમની મોટી પુત્રી દિયા 10 વર્ષની છે અને નાનો પુત્ર આર્યવીર 5 વર્ષનો છે. તમને જણાવી દઈએ કે,સુષ્મા લગ્નના એક વર્ષ પછી, ડિસેમ્બર 2005માં તેણે હૈદરાબાદમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચેમ્પિયન રહી હતી.

5 / 11
તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

6 / 11
વર્ષ 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

7 / 11
2005 થી 2009 અને 2013 થી 2014 સુધી બે વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કરી હતી.

8 / 11
 તેઓ ભાજપના એક પીઢ નેતા છે જેમણે તેમની કારકિર્દી આરએસએસ સ્વયંસેવક તરીકે શરૂ કરી હતી. સિંહ અગાઉ 2000 થી 2002 સુધી ઉત્તર પ્રદેશના 19મા મુખ્યમંત્રી અને 1999 થી 2000 સુધી વાજપેયી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેબિનેટ મંત્રી અને 2003 થી 2004 સુધી કૃષિ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ 30મા ગૃહ મંત્રી હતા.

9 / 11
તેઓ 1988 થી 1990 સુધી ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ હતા.  2014 થી લખનૌ અને 2009 થી 2014 સુધી ગાઝિયાબાદથી લોકસભાના સભ્ય હતા. તેઓ 2002 થી 2008 અને 1994 થી 2001 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.

10 / 11
નરેન્દ્ર મોદી સરકારમાં તેમને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે પદ આપવામાં આવ્યું અને 26 મે, 2014ના રોજ તેમણે શપથ લીધા હતા. 1 જૂન 2019ના રોજ સિંહ ભારતના સંરક્ષણ મંત્રી બન્યા હતા.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">