લોકસભા

લોકસભા

લોકસભાને બંધારણીય રીતે લોકોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ સરળ બહુમતી સિસ્ટમ હેઠળ થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર રાષ્ટ્રપતિ ગૃહનું વિસર્જન ન કરે ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે.

લોકસભા એ નવી દિલ્હીમાં આવેલ સંસદનો એક ભાગ છે. ગૃહની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે. શરૂઆતમાં એટલે કે વર્ષ 1950માં આ સંખ્યા 500 હતી. આજે, મહત્તમ 543 ચૂંટાયેલા સભ્યોની બનેલા ગૃહમાં 543 બેઠકો છે. 1952 અને 2020 ની વચ્ચે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020 માં 104મા બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા.

ગૃહમાં કુલ 131 બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે અનામત છે. વર્ષ 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી, દેશને તેની પ્રથમ લોકસભા મળી હતી.

 

Read More

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.

રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે દેશભરમાં કરશે વિરોધ

ગઈકાલ ગુરુવારે, સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા હતા અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સામસામે ભારે સૂત્રોચ્ચારો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ ઈન્ડિયા એલાયન્સ અને સત્તાધારી એનડીએના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.

રાહુલ ગાંધીએ મારી સાથે કર્યુ ગેરવર્તન, મહિલા સાંસદ કોન્યાકે અધ્યક્ષને કરી ફરિયાદ

ફાનોંગ કોન્યાકે રાહુલ ગાંધી વિશે કહ્યું, "આજે દિવસ દરમિયાન, જ્યારે હું આંબેડકરને લઈને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યી હતી, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. મને તે ગમ્યું નહીં અને અચાનક તેઓ બૂમો પાડવા લાગ્યા."

ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.

આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહનું ખરગેએ માગ્યું રાજીનામુ, કિરણ રિજ્જુજીએ કહ્યું- કોંગ્રેસ નાટક કરે છે

આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ, સંસદ પરિસરમાં આંબેડકરના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, લોકસભાના સાંસદો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી સાંસદોએ મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે આંબેડકર અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ કર્યો હતો.

આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP – PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ છે. શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં તે રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે જેના દ્વારા ભાજપ સંસદમાં આ મુદ્દા પર કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી શકે.

વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?

મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.

One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર

દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.

રાજકારણની પિચ પર નહીં, ક્રિકેટ પિચ પર તમામ પક્ષોના સાંસદોએ કરી ફટકાબાજી, જુઓ ફોટા

દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષના સાંસદો વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચને ટીબી ફ્રી ઈન્ડિયા અવેરનેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપવામાં આવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

બંધારણ, ગાંધી પરિવાર અને 11 સંકલ્પો… PM મોદીના 110 મિનિટના સંબોધનની 10 મોટી વાતો

PM Modis Address Key Highlights : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બંધારણની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં પોતાના સંબોધનમાં ઘણીબધી વાતો કહી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. આ સમાચારમાં જાણીશું કે પીએમ મોદીએ 110 મિનિટના આ ભાષણમાં કઈ 10 મોટી વાતો કહી.

પરિવારવાદથી શરૂ કરીને બંધારણના સન્માન સુધી- પીએમ મોદીએ સંસદ સમક્ષ મુક્યા 11 સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહમાં 11 સંકલ્પ રજૂ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે જો આપણે આ સંકલ્પો સાથે આગળ વધીશું તો 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું પણ સાકાર થશે. પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ પાર્ટીએ છ દાયકામાં 75 વખત બંધારણ બદલ્યું છે.

One Nation One Election : ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થઈ શકે છે, સરકારે સાંસદોને મોકલ્યો ડ્રાફ્ટ

કેન્દ્રીય કેબિનેટે એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર સોમવારે આ બંને બિલને લોકસભામાં રજૂ કરી શકે છે.

સંસદ હુમલાના 23 વર્ષ : રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

સંસદ પર હુમલાને આજે 13 ડિસેમ્બરના રોજ 23 વર્ષ પૂર્ણ થયા છે. આતંકવાદી ઘટનાને લઈને શહીદ થયેલા જવાનોને આજે સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને તમામ વિપક્ષી નેતાઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

“શું બધી જવાબદારી જવાહરલાલ નહેરૂની? તમે શું કર્યુ એ તો કહો”- પ્રિયંકા ગાંધીએ સરકારને કર્યો સવાલ

સંસદના શીતકાલીન સત્રનો આજે 14મો દિવસ છે. લોકસભામાં આજ અને આવતીકાલ એમ બે દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. કારણ કે 13 અને 14મી ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર 12 કલાક સુધી ચર્ચા થશે. આ ચર્ચાનો પ્રારંભ સરકાર તરફ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરાવ્યો. જે બાદ કોંગ્રેસ તરફથી નવનિયુક્ત સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારને કેટલાક અણિયાળા સવાલ કર્યા.

ભારતમાં અગાઉ ચાર વાર થયું હતું વન નેશન વન ઈલેકશન, જાણો એ વખતના પરિણામ

કેન્દ્રની મોદી સરકારે, આજે વન નેશન વન ઈલેકશનના એજન્ડાને મંજૂરી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ સ્થાને રચાયેલ સમિતીના અહેવાલને મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. હવે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટેનો રસ્તો મોકળો થયો છે. પરંતુ આ પ્રથા પહેલીવારની નથી. ભૂતકાળમાં પણ ભારતમાં વન નેશન વન ઈલેકશન થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">