ક્રિકેટમાં ભારતનો દબદબો, પાકિસ્તાનને બાંગ્લાદેશ કરતા પણ ઓછા મળશે રૂપિયા
આ વખતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ભાગ લેનારી બધી ટીમોને સમૃદ્ધ બનાવી રહ્યું છે. આનો સૌથી મોટો ફાયદો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોને થશે, જે ફાઈનલ રમી રહી છે, પરંતુ ટીમ ઈન્ડિયા પણ આમાં પાછળ નથી. ટીમ ઈન્ડિયાને પહેલા કરતા વધુ પૈસા મળશે, જ્યારે પાકિસ્તાનની કમાણી બાંગ્લાદેશ કરતા પણ ઓછી થઈ ગઈ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરી શકી નથી. આ પહેલા ભારત બંને ફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યું હતું. જોકે, તેને બંને ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ WTC ફાઈનલમાં, ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઈટલ જીત્યું, જ્યારે બીજી વખ, ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે 3-1થી હરાવી અને તેને ફાઈનલમાં પહોંચતા અટકાવી દીધી. ભલે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ન શકી, પરંતુ આ વખતે તેને ગયા વખત કરતા વધુ પૈસા મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા WTC 2023-25 ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે 19 ટેસ્ટ મેચ રમી, જેમાંથી 9 જીતી અને 8માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે બે મેચ ડ્રો રહી. આ કારણે ટીમ ઈન્ડિયાને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો, પરંતુ જો કમાણીની વાત કરીએ તો, તેને છેલ્લી વખત ફાઈનલમાં પહોંચતી વખતે જેટલા મળ્યા તેના કરતા વધુ પૈસા મળી રહ્યા છે.

આ વખતે ટીમ ઈન્ડિયાને 1.44 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 12.31 કરોડ રૂપિયા મળી રહ્યા છે. ગયા વખતે, રનર-અપ ટીમ ઈન્ડિયાને 6.59 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. એટલે કે, આ વખતે ત્રીજા સ્થાને હોવા છતાં, ટીમ ઈન્ડિયાને ગયા વખત કરતા બમણી રકમ મળી છે.

આ વખતે ઈનામી રકમમાં વધારો કરવાનું કારણ ICCનો નિર્ણય છે. ગુરુવાર, 15 મેના રોજ, ICCએ વિજેતા અને ઉપવિજેતા માટે વધેલી ઈનામી રકમની જાહેરાત કરી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં, પાકિસ્તાનની ટીમ રમત અને કમાણી બંનેની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહી છે. તે WTC પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને સૌથી નીચે છે. WTC 2025 દરમિયાન પાકિસ્તાને 14 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તેણે 5 જીતી હતી અને 9 હારી હતી.

જો કમાણીની વાત કરીએ તો પાકિસ્તાનને ઈનામી રકમના રૂપમાં સૌથી ઓછી રકમ મળી રહી છે. ICC તેમને 480,000 યુએસ ડોલર એટલે કે લગભગ 4.10 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ એક પણ વખત ટોપ-3માં સ્થાન મેળવી શકી નથી. WTC 2019-21માં, તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી જ્યારે 2021-23 માં, તે સાતમા સ્થાને હતી. આ વખતે તેની કમાણી બાંગ્લાદેશ જેવી નબળી ટીમ કરતાં પણ ઓછી છે. સાતમા ક્રમે રહેલા બાંગ્લાદેશને લગભગ 6.15 કરોડ રૂપિયા મળશે.

આ ઉપરાંત, આ વખતે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડને લગભગ 10.26 કરોડ રૂપિયા, ઈંગ્લેન્ડને લગભગ 8.21 કરોડ રૂપિયા, શ્રીલંકાને લગભગ 7.18 કરોડ રૂપિયા અને વેસ્ટ ઈન્ડિઝને લગભગ 5.13 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી રહી છે. (All Photo Credit : PTI / GETTY / X)
ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત બે વાર ફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન એકપણ વાર ટોપ 2 માં પહોંચ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
