વર્લ્ડ કપ 2023: ભારતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની વિકેટ લીધી ત્યારે દરેક વિકેટ દરમ્યાન સ્ટેડિયમમાં કેટલો હતો દર્શકોની ગુંજનો ડેસિબલ સાઉન્ડ?
ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતી છે. હાલમાં ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. તે જ સમયે, કાંગારૂ ટીમ ODI વર્લ્ડ કપમાં 5 વખત ખિતાબ જીતી ચુકી છે. પરંતુ આજે ગુજરાતના આંગણે જ્યારે ફાઇનલ મેચ થવા જય રહી છે. આ મેચ દરમ્યાન ભારતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની એક બાદ કે જે પ્રકારે વિકેટ લીધી ત્યારે સમગ્ર સ્ટેડિયમ શોર થી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે કઈ વિકેટ પર સમગ્ર સ્ટેડિયમમાં દર્શકોની ગુંજના ડેસિબલ કેટલાક હતા જુઓ તસવીર...

કોઈ પણ અવાજ જેને ડેસિબલમાં માપવામાં આવે છે. મહત્વનુ છે કે આપણે જે સામાન્ય વાતચીત કરીયે છીએ લગભગ 60 ડીબી જેટલો હોય છે, અને મોટરસાઇકલના એન્જિનનો અવાજ લગભગ 95 ડીબી હોય છે. લાંબા સમય સુધી 70 ડીબીથી ઉપરનો અવાજ તમારી સાંભળવાની શક્તિને નુકસાન પહોંચાડે છે.

મહત્વનુ છે કે 120 ડીબીથી વધુનો મોટો અવાજ તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સવાલ એ પણ છે કે કેટલો સમય આ 120 DB અવાજ સાંભળવાથી કાનને નુકશાન થાય. એક રિસર્ચ અનુસાર કહેવામા આવ્યું છે કે `120 ડેસિબલથી વધુ અવાજની નજીક જો તમે 30 મિનિટ રહો છો અને સતત આ અવાજ સાંભળો છો તમે કાનને લગતી તકલીફ થઈ શકશે.

ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ ભારતીય ક્રિકેટ ટીમને મોટી સફળતા અપાવી છે. તેમણે બીજી ઓવરના પહેલી બોલ પર ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્લેયર ડેવિડ વોર્નરની વિકેટ પડી ત્યારે સ્ટેડિયમમાં 127 ડેસિબલની તીવ્રતા સાથે સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. આ અવાજ જો તમે 30 મિનિટ સુધી સાંભળશો તો તમને બહેરાશ આવવાની સંભાવના રહેલી છે.

જસપ્રીત બુમરાહે મિશેલ માર્શને આઉટ કર્યો છે. માર્શને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. માર્શે 15 રન બનાવ્યા જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. 4.5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 41 રન હતા. મહત્વનુ છે કે આ દરમ્યાન સ્ટેડિયમમાં 126 ડેસિબલની તીવ્રતા સાથે સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.

જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને મોટી સફળતા અપાવી છે. બુમરાહે સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યો હતો. સ્મિથે માત્ર ચાર રન બનાવ્યા હતા. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવરમાં ત્રણ વિકેટે 47 રન હતો. આ દરમ્યાન સમગ્ર સ્ટેડિયમ દર્શકોના અવાજ થી ગુંજી ઉઠ્યું હતું. જેમાં 126 ડેસિબલ જેટલો અવાજ મપાયો હતો.
