Breaking News : Asia Cup 2025માં ભારત-પાકિસ્તાન મેચનો સમય બદલાયો, હવે આ સમયે શરૂ થશે મેચ
એશિયા કપ 2015માં ભારતીય ટીમની સાથે ગ્રુપ એમાં પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમ છે. હવે ભારત અને પાકિસ્તાન સહિત 18 મેચનું ટાઈમિંગ બદલવામાં આવ્યું છે. જાણો કારણ શું છે.

એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થશે.એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ શાનદાર રહેશે. આ બ્લોકબસ્ટર મેચ 14 સપ્ટેમબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટના સ્ટેડિયમમાં રમાશે.

એશિયા કપ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ માટે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એશિયા કપની 19માંથી 18 મેચ અડધી કલાક મોડી શરુ થશે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7: 30 કલાકે શરુ થવાની હતી પરંતુ હવે આ 18 મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 8 કલાકે રમાશે.

સપ્ટેમ્બરની કાળઝાળ ગરમીથી બચવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે આ મહિનામાં ગલ્ફ દેશોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે. ક્રિકેટ બોર્ડના અનુરોધ બાદ બ્રોડકાર્સટર્સે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવાની મંજુરી આપી હતી.

માત્ર યુએઈ અને ઓમાન વચ્ચે 15 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીમાં રમાનારી મેચના ટાઈમિંગમાં ફેરફાર થયો નથી. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 :30 કલાકે રમાશે.

એશિયા કપ 2025ની મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં હોન્ગ કોન્ગ, અફઘાનિસ્તાન,શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ છે. એશિયા કપની મેચ આ વખતે ટી20 ફોર્મેટમાં રમાશે.

ભારત-પાકિસ્તાન સહિત એશિયા કપની આ મેચોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ગરમીને કારણે હવે આગામી એશિયા કપની 19 મેચોમાંથી, ફાઇનલ સહિત 18 મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તેની શરૂઆત 1984 માં થઈ હતી. અહી ક્લિક કરો
