IPL 2025 ફાઈનલ પહેલા અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ દેશ ભક્તિના રંગમાં ડૂબશે
IPL 2025ની ફાઇનલ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. આ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેશ ભક્તિના રંગમાં રંગાશે.

IPL 2025 ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો પોતાના પહેલા IPL ટાઇટલ પર નજર રાખી રહી છે.બંને ટીમોના કેપ્ટન પાસે આ મેચ જીતીને ઇતિહાસ રચવાની તક પણ છે.

3 જૂન એટલે કે, મંગળવારના રોજ સિંગર શંકર મહાદેવન આઈપીએલના સમાપન સમારોહમાં જોવા મળશે. ફાઇનલ મેચના દિવસે તેઓ મ્યુઝિકલ પરફોર્મન્સ આપશે. આ તકે પુત્રો સિદ્ધાર્થ અને શિવમ પણ શંકર મહાદેવન સાથે રહેશે.

ફાઇનલ મેચ PKBS એટલે કે પંજાબ કિંગ્સ અને RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.આ ક્લોઝિંગ સેરેમનીમાં ઘણા દિગ્ગજો પરફોર્મ કરશે.

શંકર મહાદેવે સોમવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું આઈપીએલ 2025ની ફાઈનલમાં મળીએ.'આઈપીએલ ફાઇનલ મેચ પહેલા, શંકર મહાદેવન તેમના અવાજમાં કેટલાક ફેમસ ગીતો ગાશે, જે ચાહકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડશે.'

તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો