WTC Final: ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજાએ રચ્યો ઈતિહાસ, દિગ્ગજોનો રેકોર્ડ તોડી કર્યુ આ ઐતિહાસિક કામ
Ravindra Jadeja created history: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના ત્રીજા દિવસે ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એ 2 વિકેટ લીધી હતી. આ 2 વિકેટ સાથે જ જાડેજા એ એક ભારતીય સ્પીનર તરીકે ઈતિહાસ રચ્યો હતો અને દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં જાડેજા ભારતીય ટીમ માટે ધમાલ મચાવી રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં 48 રનની ઈનિંગ રમ્યા બાદ તેણે ત્રીજા દિવસની રમતમાં 2 વિકેટ લીધી હતી. આ 2 વિકેટ લેતા જ તેણે ઈતિહાસ રચ્યો છે.

જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર ડાબા હાથનો પહેલો ભારતીય સ્પિનર બની ગયો છે.

બિશન સિંગ બેદીનો રેકોર્ડ જાડેજા એ તોડ્યો છે. બિશન સિંહ બેદી એ ભારત માટે ટેસ્ટ કરિયરમાં 266 વિકેટ લીધી હતી. જાડેજા એ ફાઈનલ મેચમાં 267 વિકેટ પૂરી કરી છે.

ટેસ્ટમાં ડાબા હાથના સ્પિનર તરીકે સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના રંગના હેરાથના નામે છે. તેમણે ટેસ્ટમાં 433 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડના ડેનિયન વિટોરી એ ટેસ્ટમાં 362 વિકેટ લીધી છે.

ઈંગ્લેન્ડના ડેરેક અંડરવુડે ટેસ્ટમાં 297 વિકેટ લીધી છે. ત્યાર બાદ જાડેજાનો નબંર આવે છે, તેણે 65 ટેસ્ટ મેચમાં કુલ 267 વિકેટ લીધી છે.