Ziva Dhoni Photos: સાક્ષી ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર જીવાના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં જીવા લિયોનેલ મેસીની જર્સી પહેરીને કૂદતી જોવા મળી રહી છે.
મેસ્સી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યો છે. કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડકપમાં તેનું સપનું પુરુ થયું છે, આખી દુનિયામાં મેસ્સીનું નામ ગુંજી રહ્યું છે. ભારતમાં મેસ્સીની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આર્જેન્ટિનાના સ્ટારે ભારતના દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોનીની પુત્રી જીવાને ગિફટ આપી છે.(ZIVA SINGH DHONI instagram)
1 / 5
સાક્ષી ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જીવાનો ફોટો શેર કર્યો છે. જેમાં જીવા મેસ્સીની જર્સી પહેરી નાચતી જોવા મળી રહી છે.
2 / 5
આ જર્સી પર મેસ્સીએ ઓટોગ્રાફ પણ આપ્યો છે. જીવાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી મેસ્સીની ગિફટનો ફોટો શેર કર્યો છે.
3 / 5
ફોટો શેર કર્યાની સાથે લખ્યું કે, જેવા પિતા તેવી પુત્રી, જીવાની જર્સી પર Para Ziva લખેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જેનો મતલબ છે જીવા માટે
4 / 5
ધોનીનો ફૂટબોલ પ્રેમ કોઈનાથી છૂપો નથી. ધોની ઈન્ડિયન સુપર લીગ ટીમ ચેન્નાઈન એફસીનો સહ-માલિક પણ છે.