ન તો વિરાટ કે ન રોહિત, બ્રાયન લારાએ કહ્યું કે આ ભારતીય તેનો 400 રનનો રેકોર્ડ તોડશે
ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ છે જેને તોડવા લગભગ અશક્ય છે. જેમાં સચિન તેંડુલકરનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ, મુથૈયા મુરલીધરનની 800 ટેસ્ટ વિકેટ, બ્રાયન લારાનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર 400 રન અને રોહિત શર્માનો સૌથી વધુ 264 રનનો ODI સ્કોરનો સમાવેશ થાય છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાનું માનવું છે કે તેનો રેકોર્ડ તોડી શકાય છે. તેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ટેસ્ટની એક ઈનિગ્સમાં 400થી વધુનો સ્કોર બનાવવો મુશ્કિલ છે. લારાએ એટલું જ નહીં કહ્યું કે ટેસ્ટ તેના વર્લ્ડ રેકોર્ડ વ્યક્તિગત સ્કોરને સુધારી શકે છે.

લારાએ તે ખેલાડીનું નામ પણ લીધું છે. જેની પાસે આવું કરવાની સારી તક છે. તે બેટ્સમેન વિરાટ કોહલી કે પછી રોહિત શર્મા નથી. બ્રાયન લારાએ જે બેટ્સમેનનું નામ લીધું છે તે આવનાર સમયમાં એક સ્ટાર તરીકે સામે આવશે. 1994માં વોરવિકશાયર તરફથી રમતી વખતે ડરહામ સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં 501 રનની અણનમ ઇનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજે કહ્યું ભારતના પ્રતિભાશાળી ખેલાડી શુભમન ગિલ એક ટેસ્ટ ઈનિગ્સમાં 400થી વધુ રન બનાવી શકે છે. લારા ટેસ્ટની એક ઈનિગ્સમાં 400 રન બનાવનાર દુનિયાનો એક માત્ર ખેલાડી છે. તેમણે આ કારનામું ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 2004માં કર્યું હતુ.

લારા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા છે.લારાએ કહ્યું કે ગિલ તેની બંને શાનદાર ઇનિંગ્સને પાછળ છોડી શકે છે. બ્રાયન લારાએ કહ્યું-વિરાટ કે રોહીત નહીં મારો 400 અને 501 રનનો રેકોર્ડ ગિલ તોડી નાખશે

લારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે.' વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટને ગિલને આવનાર સમયનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે કહ્યું, 'ગિલ આવનારી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.
