Yash Dhull Family Tree: દાદાના પેન્શનથી બન્યો ક્રિકેટર, ભારતને જીતાડ્યો અંડર-19 વર્લ્ડ કપ, જાણો યશ ધુલના પરિવાર વિશે
Yash Dhull : યશ ધુલની કપ્તાનીમાં ભારતે ગયા વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો, આ ખેલાડીની ખાસિયત.યશ જ્યારે 12 વર્ષનો હતો, ત્યારે તેને દિલ્હીની અંડર-14 ટીમમાં જગ્યા મળી હતી. જે બાદ Yash Dhull અંડર-16 અને અંડર-19માં દિલ્હીની કેપ્ટનશિપ કરી હતી. ચાલો તેના પરિવાર વિશે જાણીએ.


યશ ધુલના પરિવાર વિશે વાત કરીએ, તો તેના જીવનમાં સૌથી મોટો ફાળો તેના દાદા જગતસિંહ ધુલનો છે.તેના પિતાનું નામ વિજય ધુલ છે અને તેની માતાનું નામ નીલમ ધુલ છે. યશ ધુલને એક બહેન પણ છે તેનું નામ સ્નેહા છે.

યશ ધુલ માત્ર 20 વર્ષનો છે. તે ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને આ ખેલાડીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની પ્રતિભા બતાવી છે. યશ ધુલ (Yash Dhull )ના ક્રિકેટર બનવાની કહાની પણ અદ્ભુત છે. તેને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘણું બલિદાન આપ્યું અને આ ખેલાડી તેના દાદાના પેન્શનની મદદથી ક્રિકેટર બન્યો. ચાલો તમને જણાવીએ ધુલની પ્રસિદ્ધિની કહાની અને તેના પરિવાર વિશે.

યશ ધૂલ દિલ્હીનો રહેવાસી છે અને પિતા વિજય ધુલે તેને ક્રિકેટર બનાવવામાં કોઈ કસર છોડી નથી. તમને જણાવી દઈએ કે વિજય ધુલે યશ ધૂલના ક્રિકેટર માટે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તેણે તેના પુત્ર પર વિશેષ ધ્યાન આપ્યું. પોતાના પુત્ર માટે મોંઘું બેટ ખરીદવા માટે, વિજય ધુલે ઘરનો ખર્ચ ઓછો કર્યો. તમને જાણીને આંચકો લાગશે કે ધુલનો પરિવાર તેના દાદાના પેન્શન પર ચાલતો હતો.

યશ ધુલે ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી અને તેને ચેમ્પિયન બનાવ્યું. તે ટુર્નામેન્ટમાં યશ ધુલે 4 મેચમાં 76.33ની એવરેજથી 229 રન બનાવ્યા હતા. આ પછી રણજી ટ્રોફીમાં પણ ધુલે પોતાના બેટની તાકાત દેખાડી હતી અને પહેલી જ મેચમાં તેણે તોફાની સદી ફટકારી હતી.

તમને જણાવી દઈએ કે યશ ધુલનો T20 ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ છે. આ ખેલાડીએ અત્યાર સુધી 8 T20 મેચમાં 72 થી વધુની એવરેજથી 363 રન બનાવ્યા છે. ધુલનો સ્ટ્રાઈક રેટ પણ 130થી વધુ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધુલે લગભગ 50ની એવરેજથી રન બનાવ્યા છે. લિસ્ટ Aમાં ધુલની સરેરાશ પણ 40ની નજીક છે. તે સ્પષ્ટ છે કે આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં શાનદાર છે અને હવે દિલ્હી કેપિટલ્સે ધુલને તક આપીને તેની પ્રતિભાને સલામ કરી છે. આશા છે કે આ ખેલાડીઓ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં પોતાની તાકાત બતાવશે.

હાલમાં યશ ધુલ Emerging Asia Cup ODIમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પણ પહોંચી ચૂકી હતી.ટીમ ઈન્ડિયાના કેપ્ટન યશ ધુલ અંડર-19 ઉપરાંત નોર્થ ઝોન, રેસ્ટ ઓફ ઈન્ડિયા અને ટીમ ઈન્ડિયા-એ માટે પણ રમી ચૂક્યા છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. યશ ધુલે અંડર-19માં તેના શાનદાર પ્રદર્શનથી ઘણા દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું હતું.

































































