3 April 2025

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Pic credit - google

ઘરમાં આ પક્ષીનું આગમન ઘણા સંકેત આપે છે જે શુભ કે અશુભ બન્ને હોઈ શકે છે.

Pic credit - google

વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર દરેક વસ્તુમાં ઉર્જા હોય છે અને તે આસપાસના વાતાવરણને અસર કરે છે.

Pic credit - google

પક્ષીઓમાં પણ તે ઉર્જા રહેલી હોય છે અને તેમના ઘરમાં આવવાથી ઘણા શુભ અને અશુભ સંકેતો મળે છે.

Pic credit - google

ત્યારે જો અચાનક ઘરમાં પોપટ આવી જાય તો કઈ વાતનો સંકેત આપે છે અને તેનું આવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ અનુસાર પોપટને ધનના દેવતા ભગવાન કુબેર સાથે સંબંધિત માનવામાં આવે છે અને તે કામદેવનું વાહન પણ છે. આ કારણથી પોપટને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે.

Pic credit - google

પોપટનું ઘરે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તમારા ઘરમાં પોપટ આવે તો અચાનક ધનલાભ થવાના સંકેત આપે છે.

Pic credit - google

આ સિવાય પોપટ જ્યાં જાય છે, ત્યાં સમૃદ્ધિ લાવે છે. આથી ઘરમાં પોપટનું આગમન ખૂબ જ શુભ છે અને તે આર્થિક લાભ સૂચવે છે.

Pic credit - google

આ સિવાય જો કોઈ વેપારીના ઘરે પોપટ આવે તો તેનો ધંધો વિસ્તરે છે. પોપટનું આગમનથી અટકાયેલું ધન પણ પાછું આવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google