કેએલ રાહુલનું 3 વર્ષ બાદ આ ટીમમાં થશે કમબેક ! IPL 2025 પછી ફરી ચમકશે કિસ્મત
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ માટે અત્યાર સુધી IPL 2025 શાનદાર રહ્યું છે. તેણે લગભગ 500 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં BCCI ટૂંક સમયમાં કેએલ રાહુલ પર મોટો નિર્ણય લઈ શકે છે. તે 3 વર્ષ પછી ટીમમાં પાછો ફરી શકે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ માટે છેલ્લા કેટલાક મહિના ખૂબ સારા રહ્યા છે. તેણે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અ સિવાય IPL 2025માં પણ તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને ટૂંક સમયમાં BCCI તરફથી આ સારા પ્રદર્શનની ઈનામ મળી શકે છે.

ટીમ ઈન્ડિયાએ ઓગસ્ટમાં ODI અને T20 શ્રેણી રમવા બાંગ્લાદેશ જવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. પસંદગીકારો તેની T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

રાહુલને તાજેતરના વર્ષોમાં T20 ક્રિકેટમાં તેના સ્ટ્રાઈક રેટ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ IPL 2025માં તેણે આ ખામીને દૂર કરી અને ઝડપી અને આક્રમક બેટિંગ કરી. જુલાઈ 2025માં બાંગ્લાદેશ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે તેનું ફોર્મ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

IPLની વર્તમાન સિઝનમાં, તેણે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 61.62ની સરેરાશથી 493 રન બનાવ્યા છે. જેમાં ગુજરાત સામે 112 રનની અણનમ ઈનિંગનો પણ સમાવેશ થાય છે. આ સિઝનમાં તેણે 148.04ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. 1 સદી ઉપરાંત તેણે 3 અડધી સદી પણ ફટકારી છે.

કેએલ રાહુલે 2022ના T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 મેચ રમી હતી. આ ટુર્નામેન્ટમાં, તેણે 6 મેચ રમી અને 21.33ની સરેરાશથી ફક્ત 128 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 120.75 હતો.

રાહુલના તાજેતરના ફોર્મ અને અનુભવને ધ્યાનમાં લેતા પસંદગીકારો હવે તેને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ખાસ કરીને ભારતીય ટીમને 2026ના T20 વર્લ્ડ કપની તૈયારી માટે અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણની જરૂર છે અને રાહુલ આ ભૂમિકામાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. (All Photo Credit : PTI / X)
વિરાટ અને રોહિતની વિદાય બાદ કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી અને ભરોસાપાત્ર બેટ્સમેન છે. કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
