Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ 2024: ઈશાન કિશનથી લઈને શ્રેયસ અય્યર સુધી, આ 5 ખેલાડીઓની પસંદગી મુશ્કેલ

IPLની 17મી સિઝન ચાલી રહી છે પરંતુ તેની સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યું છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેમના પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

| Updated on: Apr 17, 2024 | 6:07 PM
રવિચંદ્રન અશ્વિનઃ IPL 2024માં તેના પ્રદર્શનથી T20 વર્લ્ડ કપમાં રમવાની અશ્વિનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સિઝનમાં રમાયેલી 6 મેચમાં ભારતીય ઓફ સ્પિનરની એવરેજ 209 છે. તેના નામે માત્ર 1 વિકેટ નોંધાયેલી છે. હવે આવા પ્રદર્શનના આધારે અશ્વિન માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ છે.

1 / 5
યશસ્વી જયસ્વાલઃ આ નામ ચોંકાવનારું હશે. IPL 2024 ની શરૂઆત પહેલા, તે ટીમમાં પસંદગી માટે પ્રબળ દાવેદાર હતો. પરંતુ IPL 2024માં જયસ્વાલનું પ્રદર્શન જોયા બાદ પસંદગીકારો હવે તેને પસંદ કરે તેવી શક્યતા નથી. IPL 2024ની 7 ઈનિંગ્સમાં જયસ્વાલના નામે એક પણ અડધી સદી નથી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 39 રન છે અને તેના નામે 121 રન છે. આ ખરાબ આંકડાઓ સિવાય વિરાટને ઓપનિંગ કરાવવાનો ટીમ મેનેજમેન્ટનો વિચાર પણ જયસ્વાલનો રસ્તો મુશ્કેલ બનાવી રહ્યો છે.

2 / 5
ઈશાન કિશનઃ એમાં કોઈ શંકા નથી કે જ્યારે તેનો દિવસ હોય છે ત્યારે ઈશાન કોઈપણ મેચનું પરિણામ બદલી શકે છે. પરંતુ, IPL 2024માં તેના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું નથી. તેના નામે 6 ઈનિંગ્સમાં માત્ર 1 અડધી સદી છે. તેના ખાતામાં 184 રન નોંધાયેલા છે. ઈશાન કિશનની પસંદગી પણ મુશ્કેલ લાગી રહી છે કારણ કે રિષભ પંત ફિટ થઈને પરત ફર્યો છે અને સારા ફોર્મમાં છે.

3 / 5
શ્રેયસ અય્યર: KKRની કેપ્ટનશીપ કરી રહેલા અય્યર પણ IPL 2024માં રમાયેલી પ્રથમ 6 ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેના નામે કોઈ અડધી સદી નથી. ખાતામાં માત્ર 140 રન નોંધાયા છે. અય્યરનું ખરાબ ફોર્મ ચોક્કસપણે તેની પસંદગી ન થવા પાછળનું કારણ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમારની ઈજા બાદ તેની બેટિંગ પણ તેનું સિલેક્શન મીટર બગાડી રહી હોય તેવું લાગી શકે છે.

4 / 5
જીતેશ શર્માઃ આ વિકેટકીપર બેટ્સમેનને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળી શકે છે. પરંતુ, રિષભ પંતની વાપસી બાદ તેની પસંદગી થવાની આશા ઓછી થઈ ગઈ છે. આ સિવાય સંજુ સેમસનના જોરદાર પ્રદર્શનથી જીતેશની તક હવે ઓછી થઈ છે. IPL 2024ની પ્રથમ 6 ઈનિંગ્સમાં જીતેશ શર્માએ માત્ર 106 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન રહ્યો છે.

5 / 5
Follow Us:
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">