3.5 કરોડ રૂપિયાનો દંડ… IPL 2025માંથી બહાર થવું આ ખેલાડીને ભારે પડ્યું
દિલ્હીના એક સ્ટાર ખેલાડીએ IPL માટે ફરી ભારત ન આવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આ ખેલાડીને ભારે નુકસાનનો સામનો કરવો પડશે. આ ખેલાડીના પગારમાંથી કરોડો રૂપિયા કાપવામાં આવશે.

17 મેથી IPL 2025 ફરી શરૂ થવા જઈ રહી છે. પરંતુ એ પહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીએ બાકીની મેચો માટે ભારત આવવાનો ઈનકાર કરી દીધો છે. જેના માટે હવે તેને મોટી રકમ ચૂકવવી પડશે.

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે IPL 2025 માટે ભારત ન ફરવાનો નિર્ણય લીધો છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર્કે તેની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સને બાકીની મેચોમાંથી ખસી જવાના નિર્ણય વિશે જાણ કરી છે. અહેવાલો અનુસાર, સ્ટાર્ક આ નિર્ણય માટે $400,000 એટલે કે આશરે રૂ. 3.5 કરોડનું બલિદાન આપવા તૈયાર છે.

કોડ સ્પોર્ટ્સના એક રિપોર્ટ અનુસાર, IPLનો એક નિયમ એ છે કે જો કોઈ ખેલાડી સિઝનની બધી મેચ ન રમે તો ટીમ પાસે ખેલાડીઓના પગારમાં કાપ મૂકવાની સત્તા છે. આ નિયમ હેઠળ, આ પૈસા મિશેલ સ્ટાર્કના પગારમાંથી કાપવામાં આવશે.

IPL ઓક્શનમાં મિશેલ સ્ટાર્કને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના નામ સામેલ હતા, પરંતુ અંતે, દિલ્હી કેપિટલ્સે તેને 11.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. હવે સ્ટાર્કને આ રકમમાંથી 3.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

મિશેલ સ્ટાર્કે IPL 2025માં કુલ 11 મેચ રમી છે. આ દરમિયાન, તેણે 10.16ના ઈકોનોમી રેટથી રન આપ્યા અને 14 વિકેટ લીધી. મિશેલ સ્ટાર્કે તો એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં, સ્ટાર્કની ગેરહાજરી દિલ્હી ટીમ માટે મોટો ફટકો છે. (All Photo Credit : PTI)
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે, હવે બાકીની મેચમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર નજર છે. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
