મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરતાં નીતા અંબાણીએ પંડ્યાનું કર્યું આ રીતે ‘હાર્દિક’ સ્વાગત
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ ટીમના માલકિન નીતા અંબાણીએ તેનું જોરદાર સ્વાગત કર્યું. તેણે પંડ્યાનું આ રીતે 'હાર્દિક' સ્વાગત કર્યું . હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડી આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ ટીમના માલકિન નીતા અંબાણીએ તેનું જોરદાર સ્વાગત કર્યું. તેણે પંડ્યાનું આ રીતે 'હાર્દિક' સ્વાગત કર્યું . હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડી આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો.

નીતા અંબાતીએ હાર્દિક પંડ્યાની વાપસી પર જણાવ્યું હતું કે, "હાર્દિકને ઘરે પરત ફવાથી અમે રોમાંચિત છીએ! અમારા મુંબઈ ઈન્ડિયન્સ પરિવાર સાથે તેનું હાર્દિક સ્વાગત છે! મુંબઈ ઈન્ડિયન્સની યુવા ટેલેન્ટથી લઈને ભારતીય ટીમનો સ્ટાર બનવા સુધી, હાર્દિક પંડ્યાએ ઘણો લાંબી સફર કરી છે અને અમે ઉત્સાહિત છીએ કે મુંબઈ ઈન્ડિયન્સ અને ભવિષ્ય તેના માટે શું છે!”

હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સે 2022ની મેગા ઓક્શનમાં 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. ગુજરાતે ડેબ્યૂ સિઝનથી જ હાર્દિકને કેપ્ટન્સી સોંપી હતી અને ઓલરાઉન્ડરે તેની કેપ્ટન્સીવાળી ટીમને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવી હતી.

આ પછી 2023માં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતની ટીમ રનર્સઅપ રહી હતી. હવે IPL 2024 પહેલા હાર્દિકે ગુજરાત છોડી દીધું છે. હાર્દિક બાદ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે અનકેપ્ડ પ્લેયર તરીકે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો. હાર્દિકે તેના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 123 મેચ રમી છે. 115 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેને 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઈક રેટથી 2309 રન બનાવ્યા. આ સિવાય તેને 81 ઈનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ ઝડપી હતી.
