IPL 2024: શું જસપ્રીત બુમરાહ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાશે? જુઓ ફોટો
આઈપીએલ 2024 સિઝન શરૂ થવામાં હજુ લાંબો સમય છે પરંતુ તેના વિશે ચર્ચાઓ પહેલેથી જ બની રહી છે. જ્યારથી રિટેન્શન લિસ્ટ બહાર આવ્યું છે ત્યારથી ખેલાડીઓને લઈને હોબાળો મચી ગયો છે. હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ બાદ હવે જસપ્રીત બુમરાહને લઈને ઘણી વાતો શરૂ થઈ ગઈ છે, પરંતુ બુમરાહ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

તાજેતરમાં હાર્દિક પંડ્યા આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. આ પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ તરફથી રમતો હતો. તે ગુજરાત ટાઈટન્સની ટીમનો કેપ્ટન હતો અને તેની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સે 1 આઈપીએલ ટાઈટલ જીત્યું છે, એક વાર ટીમ રનર અપ રહી છે.

જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો ત્યારે ત્યાં પણ થોડો હોબાળો થઈ ગયો છે, સોમવારે ટ્રેડિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને મંગળવારે સમાચાર આવ્યા કે જસપ્રીત બુમરાહ કદાચ ટીમ મેનેજમેન્ટથી થોડો નારાજ છે. તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ કે જસપ્રીત બુમરાહ કદાચ હાર્દિક પંડ્યાના પરત ફરવાથી ખુશ નથી.

હાર્દિક પંડ્યાના ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરતાં બુમરાહ બીજી ટીમમાં જોડાશે, તેવી અટકળો શરુ થઈ ગઈ છે. આ સિવાય સોશિયલ મીડિયા પર જસપ્રીત બુમરાહ વિરાટ કોહલીની ટીમ આરસીબીમાં જોડાશે અથવા ધોનીની ટીમ સીએસકેમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.

બુમરાહની નારાજગીનું કારણ એ છે કે તે પોતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવાની રેસમાં હતો, આવામાં જો હાર્દિક પંડ્યાને બીજી ટીમમાંથી લાવીને કેપ્ટન્સી સોંપવામાં આવે તો કદાચ તેની સાથે ખોટું થશે.

જસપ્રીત બુમરાહના કિસ્સામાં વસ્તુઓને માત્ર અટકળો તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે સત્તાવાર કંઈપણ કરવામાં આવ્યું નથી. પરંતુ જો આપણે ટ્રેડિંગની વાત કરીએ તો આ ઓક્શન પહેલા 10 દિવસ પહેલા સુધી ખુલ્લી રહે છે.
