AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સિઝન પહેલા લાગ્યો મોટો ઝટકો, 3.20 કરોડ વાળો વિસ્ફોટક ખેલાડી બહાર થયો

Royal Challengers Bangalore એ તોફાની ખેલાડી વિલ જેક્સને ગત વર્ષના ઓક્શનમાં ખરીદ્યો હતો. જેની પાછળ બેંગ્લોરે 3.20 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. તે આઈપીએલમાં પ્રથમ સિઝન રમે એ પહેલા જ બહાર થવા મજબૂર બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 11:22 PM
Share
માર્ચ માસના અંતમાં વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની શરુઆત થનારી છે. ટૂર્નામેન્ટની શરુઆત થવાની ચાહકો, ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. બેંગ્લોરની ટીમને સિઝનની શરુઆત પહેલાજ ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ફોટક ખેલાડી ટીમની બહાર થયો છે.

1 / 5
બેંગ્લોર ટીમનો નવો ખેલાડી વિલ જેક્સ બહાર થયો છે. પાર્ટ ટાઈમ ઓફ સ્પિન બોલિંગ કરતો જેક્સ તોફાની બેટર છે. પરંતુ ટીમમાં નવો સામેલ થયેલ આ ખેલાડીને ગત વર્ષે ઓક્શનમાં ખરીદ્યો હતો. જોકે ઈજાને લઈ હવે આઈપીએલની ટૂર્નામેન્ટથી બહાર થવા મજબૂર બન્યો છે.

2 / 5
મીડિયા રિપોર્ટ્નુસાર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડ્યો હતો. પ્રવાસ દરમિયાન બીજી વનડે મેચ રમતી વખતે જેક્સને ઈજાની સમસ્યા સર્જાઈ હતી. મેચ દરમિયાન માસપેશિયોામાં ખેંચાણને લઈ સમસ્યા સર્જાતા જેક્સે આઈપીએલમાંથી પોતાનુ નામ પરત ખેંચવા મજબૂર બનવુ પડ્યુ હતુ.

3 / 5
વિલ જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 3.20 કરોડ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડ્યો હતો. પ્રથમ સિઝન તે રમનારો હતો પરંતુ હવે તે ઈજાને લઈ બહાર થયો છે. ઈજા પહેલા જેક્સ પ્રભાવિત કરનારી રમત દર્શાવી રહ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 લીગ SA20 માં તેણે શાનદાર રમત દર્શાવી હતી.

4 / 5
હવે વિલ જેક્સના બદલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની ટીમની જરુરિયાત મુજબ જણાશે તો તેનો વિકલ્પ પસંદ કરશે. આ માટે ન્યુઝીલેન્ડના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને પોતાની સાથે જોડી શકે છે. માટે તેણે નજર આ તરફ દોડાવી દીધી છે. બ્રેસવેલને જોકે ઓક્શનમાં કોઈ ખરીદનાર નહોતુ મળ્યુ, પરંતુ ભારત સામેની સિરીઝમાં તેણે જબરદસ્ત રમત દર્શાવી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">