Knowledge: શું છે IPLના કોડ ઓફ કન્ડક્ટ? હાર્દિક-વિરાટ સહિત આ ખેલાડીઓએ ગુમાવ્યા છે લાખો રુપિયા
IPL 2023માં હમણાં સુધી 24 મેચ રમાઈ છે. આ 24 મેચમાં રોમાંચક રમતની સાથે સાથે અનેક વિવાદો પણ થયા છે. આ વિવાદોને કારણે ઘણા મોટા ખેલાડીએ લાખો રુપિયા ગુમાવવા પડયા છે. ચાલો જાણીએ IPLના કોડ ઓફ કન્ડક્ટ વિશે.

આઈપીએલ 2023માં હમણા સુધી બે ડઝન મેચ રમાઈ છે. આ દરમિયાન આઈપીએેલના કડક નિયમોને કારણે ટીમના કેપ્ટન સહિત અનેક ખેલાડીઓને લાખોનું નુકશાન થયું છે. ચેન્નાઈ સામેની મેચમાં વિરાટ કોહલીએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો હતો, મેદાન પર તેના ખરાહ વર્તનને કારણે તેની 10 ટકા મેચ ફી કાપી લેવામાં આવી હતી.

હમણા સુધીની આઈપીએલ મેચમાં હાર્દિક પંડયા, સંજૂ સૈમસન અને ફાફ ડુ પ્લેસિસની સ્લોઓવર રેટના કોડ ઓફ કન્ડક્ટ અનુસાર 12-12 લાખ રુપિયાનું નુકશાન થયું હતું. જણાવી દઈએ કે સ્લો ઓવર રેટના કોડ ઓફ કન્ડક્ટ અનુસાર 3 કલાક 20 મિનિટની અંદર મેચ પૂરી થવી જોઈએ. જે કેપ્ટનની ફિલ્ડિંગ સમયે એક ઈનિંગનો સમય 1.30 કલાકથી વધારે થાય તો તેને દંડ થાય છે. બીજી વાર સ્લો ઓવર રેટને કારણે મેચ સ્લો થાય તો આખી ટીમને દંડ થાય છે.

કોડ ઓફ કન્ડક્ટ નિયમ 2.2 - ક્રિકેટ દરમિયાન ઉપકરણ, કપડા, ગ્રાઉન્ડ ઉપકરણનો દુરુપયોગ કરવાના કેસમાં દંડ કે મેચ ફી કપાઈ છે. બેંગ્લોર સામેની રોમાંચક મેચમાં 1 રન દોડીને લખનઉને જીતાડીને આવેશ ખાન વધારે ઉત્સાહમાં આવી ગયો હતો. તેણે પોતાનું હેલમેટ જમીન પર ફેંક્યું હતું. તેના વિરુદ્ધ બીસીસીઆઈએ પગલા ભરવાની જાહેરાત કરી હતી.

કોડ ઓફ કન્ડક્ટ નિયમ 2.27 લેવલ 1 અપરાધ - ચેન્નાઈ સામેની મેચમાં અશ્વિને અમ્પાયરના નિર્ણયની નારાજ થઈને ચાલુ મેચમાં બોલ બદલી નાંખ્યો હતો. આ કોડ ઓફ કન્ડકટ અનુસાર મેચ દરમિયાન અમ્પાયર વિરુદ્ધ કમેન્ટ કરવાને કારણે અશ્વિનની 25 ટકા મેચ ફી કપાઈ હતી.

કોડ ઓફ કન્ડક્ટ નિયમ 2.21 લેવલ 1 અપરાધ - મુંબઈ- કોલકત્તા વચ્ચેની મેચમાં નીતીશ રાણા અને હ્રિતિક સોકિન વચ્ચેની બબાલને કારણે મેચ ફી કપાઈ હતી. સોકિનની 10 ટકા અને નીતીશ રાણાની 25 ટકા મેચ ફી કપાઈ ગઈ હતી. સ્લો ઓવર રેટને કારણે કેપ્ટન સૂર્યકુમાર યાદવને 12 લાખનો દંડ થયો હતો.