AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 વર્ષથી બદલાતી રહી છે ટીમ ઈન્ડિયાની જર્સી, જાણો વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ જર્સીનો રસપ્રદ ઈતિહાસ

ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત વર્ષ 1975માં થઈ, પણ વર્ષ 1992 પછી વર્લ્ડ કપમાં રંગીન જર્સી જોવા મળી. ચાલો જાણીએ કે છેલ્લા 31 વર્ષમાં રમાયેલા સાત વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમે કઈ કઈ જર્સી પહેરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 10:48 PM
Share
વર્ષ 1992માં ભારતીય ટીમ રંગીન કપડામાં જોવા મળી હતી. ભારતીય ટીમની જર્સી પર ઈન્ડિગો કલર અને શોલ્ડર્સ પર કલરફુલ સ્ટ્રિપ્સ હતી. જર્સીની આગળ ઈન્ડિયાનું નામ અને પાછળ પ્લેયરનું નામ હતુ.

1 / 9
વર્ષ 1996માં ભારતીય ટીમે આસમાની અને પીળા રંગના કોમ્બિનેશનવાળી જર્સી પહેરી હતી. તેનો કોલર પીળા રંગનો હતો. ડ્રેસ પર સતરંગી રંગના ત્રણ બેન્ડ પ્રિન્ટ હતા.

2 / 9
વર્ષ 1999માં જર્સીનો રંગ થોડો ડાર્ક થયો. પીળા રંગના કોલર સાથે ધારી અને તીર જેવા પેટર્નમાં બદલવામાં આવ્યો. જેમાં એક કાળી બોર્ડર હતી.

3 / 9
વર્ષ 2003માં ભારતીય ટીમની જર્સી સ્ટાઈલિશ થઈ ગઈ. જર્સીની બંને તરફ કાળા રંગની મોટી પટ્ટીઓ બનાવવામાં આવી. વચ્ચે તિરંગના બ્રશ પ્રિન્ટને જર્સી ઈન્ડિયા લખીને જર્સીને સ્ટાઈલિશ બનાવવામાં આવી.

4 / 9
વર્ષ 2007માં, અગાઉના દરેક વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે જર્સીની ડિઝાઈન અલગ રીતે કરવામાં આવી હતી. વાદળી રંગ મોટા પ્રમાણમાં આછો હતો. ડ્રેસ પરથી કાળો પટ્ટો દૂર કરવામાં આવ્યો હતો. INDIA નવા ફોન્ટમાં લખવામાં આવ્યું હતું. ત્રિરંગાનો રંગ મધ્યને બદલે એક બાજુ ફેરવવામાં આવ્યો હતો. જર્સીને પહેલા કરતાં વધુ સ્ટાઇલિશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

5 / 9
વર્ષ 2011માં 28 વર્ષ બાદ ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આ વખતે જર્સી ઘેરા વાદળી અને આછા વાદળી વચ્ચે હતી. બંને બાજુ ત્રિરંગાની પટ્ટીઓ પણ હતી. આ સિવાય નારંગી રંગમાં ભારત લખેલું હતુ.

6 / 9
 વર્ષ 2015માં જર્સીમાંથી ત્રિરંગો ગાયબ હતો. પ્લેન બ્લુ ટી-શર્ટના આગળના ભાગમાં નારંગી રંગમાં ભારત લખેલું હતુ. આ જર્સીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે રિસાઇકલ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવવામાં આવી હતી.

7 / 9
વર્ષ 2019માં  બ્રાઈટ બ્લુ જર્સીમાં ઓરેન્જ કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોલરમાં કેસરી રંગ હતો અને ભારત પણ એ જ રંગમાં લખેલું હતું. સેમીફાઈનલમાં હાર્યા બાદ ભારત બહાર થઈ ગયું હતું. બાદમાં આ મહેન્દ્ર સિંહ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ પણ સાબિત થયો.

8 / 9
 વર્ષ 2023માં એડિડાસ દ્વારા ભારતીય ટીમ માટે નવી જર્સી બહાર પાડવામાં આવી.

9 / 9
g clip-path="url(#clip0_868_265)">