IPL 2023 પહેલા વિરાટ કોહલીના હાથ પર જોવા મળ્યું નવું ટેટૂ, Photos થયા વાયરલ
ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી પોતાની આક્રમક રમત માટે જાણીતો છે. તેની સાથે સાથે તેની તેની ફેશન-સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. હેરકટથી લઈને કપડા સુધી દરેક વસ્તુથી તે ફેન્સને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાની આક્રમક રમત માટે જાણીતો છે. સાથે સાથે તેની તેની ફેશન-સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. હેરકટથી લઈને કપડા સુધી દરેક વસ્તુથી તે ફેન્સને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે.

વિરાટ કોહલી પોતાની ફેશન સ્ટાઈલને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ બાદ વિરાટ કોહલીએ આ ટેટૂ બનાવ્યું છે. ગુરુવારે એવોર્ડ શો દરમિયાન વિરાટ કોહલી કોટ પહેરીને આવ્યો હતો, જેને કારણે તેનો હાથ ઢંકાયેલો હતો.

કોહલીના શરીર પર પહેલાથી જ 11 ટેટૂ છે. આ 11 ટેટૂમાં તેના માતા-પિતાના નામ, ટેસ્ટ અને ઓડીઆઈ કેપ નંબર, ભગવાનની આંખ, જાપાનીઝ સમુરાઈ, ભગવાન શિવ અને તેની રાશિ સ્કોર્પિયોનો સમાવેશ થાય છે. આ સિવાય આદિવાસી ટેટૂ અને ઓમ ટેટૂ પણ છે.

નવા ટેટૂ સાથે તે પ્રથમ વાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન માટે આરસીબી સાથે જોડાયો હતો.