Harmanpreet Kaur Net Worth : મહિલા વર્લ્ડકપ જીતાડનારી સૌથી નાની ઉંમરની કેપ્ટનની નેટવર્થ છે કરોડોમાં
ક્રિકેટ પીચ પર પોતાની બેટિંગથી ચર્ચામાં રહેનારી ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કમાણી મામલે પણ સૌથી આગળ છે. તેની પાસે અનેક લક્ઝરી બંગલા તેમજ કાર અને બાઈકનું કલેક્શ છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની તાકાત દેખાડતા આઈસીસી મહિલા વર્લ્ડકપ ટ્રોફી પર કબજો કર્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર કમાલ કર્યું છે. જ્યાં તેમણે ટીમનું નેતૃત્વ કર્યું છે.

હરમનપ્રીત કૌર મહિલા વર્લ્ડકપ જીતાડનારી સૌથી નાની ઉંમરની કેપ્ટન છે. તેમજ તેની ઉંમર 36 વર્ષ 239 દિવસ છે. ક્રિકેટની પીચ પર કમાલ દેખાડવા મામલે કમાણી મામલે પણ તે સૌથી આગળ છે. મુંબઈથી પટિયાલ સુધી તેની પ્રોપર્ટી ફેલાયેલી છે.

એક રિપોર્ટ મુજબ હરમનપ્રીત કૌરની કુલ નેટવર્થ અંદાજે 25 કરોડ રુપિયા છે. જેમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી થનારી કમાણી સિવાય જાહેરાતની રકમ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, મહિલા ટીમની સાથે હરમનપ્રીત વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન પણ છે.

મહિલા બેટ્સમેન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સાથે એ કેટેગરીના કોન્ટ્રાક્ટમાં છે. આ સિવાય હરમનપ્રીત કૌરને દર વર્ષે 50 લાખ રુપિયાની મોટી રકમ પણ મળે છે. એક ટેસ્ટ મેચ માટે કોન્ટ્રાક્ટમાં મહિલા કેપ્ટનને 15 લાખ રુપિયા આપવામાં આવે છે.

તેમજ વનડે મેચ માટે 6 લાખ રુપિયા અને ટી20 ફોર્મેટમાં રમવા માટે એક મેચ માટે 3 લાખ રુપિયા આપવામાં આવે છે.

વિદેશી લીગમાંથી પણ મોટી કમાણી કરે છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં દર સીઝનમાં 1.80 કરોડ રુપિયાની સેલેરી મળે છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પંજાબ નાયબ પોલીસ અધિક્ષક પદ પણ તૈનાત છે.

ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌર મુંબઈથી પટિયાલામાં મિલકતો ધરાવે છે. તે હાલમાં તેના પરિવાર સાથે પટિયાલામાં એક લક્ઝરી બંગલામાં રહે છે. તેની પાસે મુંબઈમાં પણ ઘર છે, જે તેણે 2013માં ખરીદ્યું હતું. તેની કાર અને બાઇક કલેક્શનમાં એક વિન્ટેજ જીપનો સમાવેશ થાય છે.
ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો
