AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા: બજારનો તૈયાર કેરીનો રસ ખરીદતા પહેલાં સાવધાન, રસ સેન્ટરમાંથી કીડાવાળી કેરીનો જથ્થો ઝડપાયો

મહેસાણા: બજારનો તૈયાર કેરીનો રસ ખરીદતા પહેલાં સાવધાન, રસ સેન્ટરમાંથી કીડાવાળી કેરીનો જથ્થો ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 6:44 PM
Share

મહેસાણાના નુગર ગામ પાસે ફૂડ વિભાગે દરોડો પાડીને હોલસેલ વિક્રેતાના ગોડાઉનમાંથી 2025 કિલો સડેલી કેરી અને 230 કિલો બગડેલો તૈયાર રસ જપ્ત કરી નાશ કર્યો છે.

મહેસાણામાં ઉનાળાની સિઝનમાં રેડીમેડ કેરીનો રસ ખાતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના નુગર ગામ પાસે આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં કાર્યરત ‘પાટીદાર રસ સેન્ટર’ નામના કેરીના રસના હોલસેલ વિક્રેતાના ગોડાઉન પર ફૂડ વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સ્થળ પર રાખેલી કેરીઓમાં કીડા જોવા મળ્યા હતા. ફૂડ વિભાગે સ્થળ પરથી 2025 કિલો અત્યંત બગડેલી, અખાદ્ય કેરીઓ અને 230 કિલો તૈયાર કરીને રાખેલો કેમિકલયુક્ત રસ ઝડપી પાડ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા આ સમગ્ર અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ફૂડ વિભાગે યુનિટના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કબજે કરેલી કેરી અને રસના સેમ્પલ વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આરોગ્ય તંત્રએ લોકોને પણ અપીલ કરી છે કે બજારમાંથી તૈયાર રસ ખરીદતી વખતે પૂરતી સાવચેતી રાખવી.

શું નબળું ચોમાસું તમારા ખિસ્સા પર ભારે પડશે? વધતી મોંઘવારીમાં વધુ એક માર માટે રહેજો તૈયાર, આ બેંકના રિપોર્ટે બધાને ચોંકાવ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">