AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક શેર પર ₹ 480 નફો ! મુકેશ અંબાણીની કંપની પર બ્રોકરેજનો ‘મોટો દાવ’, આ શેર ખરીદવા રોકાણકારોની ‘પડાપડી’

મુકેશ અંબાણીની દિગ્ગજ કંપની ફરી એકવાર ગ્લોબલ બ્રોકરેજ હાઉસની ફેવરિટ લિસ્ટમાં આવી ગઈ છે. અગ્રણી ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોક પર પોતાનો મજબૂત ભરોસો જાળવી રાખીને 'Overweight' રેટિંગ આપ્યું છે અને વર્તમાન ભાવથી આશરે 36% થી વધુના ઉછાળાનો અંદાજ લગાવ્યો છે.

| Updated on: Jun 01, 2026 | 8:38 PM
Share
દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ફરી એકવાર બ્રોકરેજ હાઉસિસની મનપસંદ યાદીમાં આવી ગઈ છે. ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) રિલાયન્સ પર પોતાનો ભરોસો જાળવી રાખતા સ્ટોકને 'Overweight' રેટિંગ આપ્યું છે અને તેને પોતાના 'Top Picks' માં સ્થાન આપ્યું છે. બ્રોકરેજે શેર માટે 1,803 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે હાલના બજાર ભાવ 1,320.00 રૂપિયાની સરખામણીએ 36% થી વધુનો સંભવિત ઉછાળો દર્શાવે છે.

1 / 5
મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, રિલાયન્સ માટે આગામી વર્ષોમાં સૌથી મોટું વેલ્યુ ક્રિએશન (મૂલ્ય નિર્માણ) ન્યુ એનર્જી અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાંથી થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રોમાં થઈ રહેલા રોકાણને કંપની પોતાના હાલના મજબૂત વ્યવસાયોમાંથી આવતા કેશ ફ્લો (રોકડ પ્રવાહ) દ્વારા ફંડ કરી રહી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, રિલાયન્સ દર વર્ષે અંદાજે 15 અબજ ડોલરનો ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કરી રહી છે. આનાથી કંપનીને મોટું રોકાણ કરવા છતાં બેલેન્સ શીટ પર વધુ દબાણ નથી પડતું. આ જ કારણે રિલાયન્સની લાંબાગાળાની ગ્રોથ ક્ષમતા પર રોકાણકારોનો ભરોસો સતત વધી રહ્યો છે.

2 / 5
અહેવાલ મુજબ રિલાયન્સ પાસે ગુજરાતના કચ્છ વિસ્તારમાં આશરે 5.5 લાખ એકર જમીનની મોટી લેન્ડ બેંક ઉપલબ્ધ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, આ મિલકત કંપનીના ભવિષ્યના ડેટા સેન્ટર અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બ્રોકરેજે જણાવ્યું કે, આ જમીન પર 1 ગીગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર અને નવી PVC ઉત્પાદન સુવિધા વિકસાવી શકાય છે. AI અને ડેટા સેન્ટરની વધતી માંગને જોતા આ ક્ષેત્ર આગામી સમયમાં રિલાયન્સ માટે મોટી તક સાબિત થઈ શકે છે.

3 / 5
રિલાયન્સનો ગ્રીન એનર્જી રોડમેપ પણ રોકાણકારોને આકર્ષી રહ્યો છે. કંપનીની બેટરી ગીગા ફેક્ટરી 2026 થી શરૂ થવાની યોજના છે. શરૂઆતના તબક્કામાં તેની ક્ષમતા 40 GWh હશે, જેને પાછળથી વધારીને 100 GWh સુધી કરી શકાય છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અને એનર્જી સ્ટોરેજ (ઊર્જા સંગ્રહ) ની માંગ ઝડપથી વધી રહી છે. આવા સમયે રિલાયન્સનો આ પ્રોજેક્ટ કંપનીને ઊર્જા ક્ષેત્રમાં એક નવી ઓળખ આપી શકે છે. રિલાયન્સે ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં પણ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીનો લક્ષ્ય વર્ષ 2032 સુધીમાં દર વર્ષે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન સમકક્ષ ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતના એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા સંક્રમણ) માં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેવાની છે અને રિલાયન્સ આ ક્ષેત્રમાં શરૂઆતી લીડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

4 / 5
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સની બેલેન્સ શીટને પણ મજબૂત ગણાવી છે. કંપનીનો નેટ ડેટ ટુ એબિટા (Net Debt to EBITDA) રેશિયો 1.3 ગણો છે, જે નિયંત્રણમાં માનવામાં આવે છે. FY26 માં કંપનીનો ફંડિંગ ખર્ચ ઘટીને આશરે 7.2% રહી ગયો છે, જેનાથી નાણાકીય કાર્યક્ષમતામાં સુધારો દેખાય છે. બ્રોકરેજનું માનવું છે કે, મજબૂત કેશ ફ્લો, ઓછો ફંડિંગ ખર્ચ અને ભવિષ્યના હાઈ-ગ્રોથ ધરાવતા વ્યવસાયોમાં રોકાણ, રિલાયન્સને આગામી વર્ષોમાં બજારનો મનપસંદ સ્ટોક બનાવી રાખવામાં મદદ કરી શકે છે.

5 / 5

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય

લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી

સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ

સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ

Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો

અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે

ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">