જો તમે રોજ સવારે ખાલી પેટે અથવા બ્રેકફાસ્ટમાં માત્ર એક કીવી ખાઓ છો, તો તેનાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી શકે છે.

કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

કીવીમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. આનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચા જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે

વિટામિન સી અને ઈ થી ભરપૂર કીવી ચહેરાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે.

કીવીમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમની અસરને બેલેન્સ કરવાનું કામ કરે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે 

ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાના કારણે કીવી ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આનાથી વારંવાર ભૂખ નથી લાગતી

કીવી આંખોની રોશની માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેમાં લ્યુટિન અને ઝેક્સેન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ્સ જોવા મળે છે 

કીવી શરીરને ડિટોક્સ કરવામાં એટલે કે અંદરથી સાફ કરવામાં મદદ કરે છે.

પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને ગટ હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે.