AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે રૂ પરની આયાત ડ્યુટી નાબૂદ કરતા કપાસ પકવતા ખેડૂતો થયા નાખુશ, નુકસાન જવાની વ્યક્તિ કરી ભીતિ

સરકારે રૂ પરની આયાત ડ્યુટી નાબૂદ કરતા કપાસ પકવતા ખેડૂતો થયા નાખુશ, નુકસાન જવાની વ્યક્તિ કરી ભીતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 3:53 PM
Share

કેન્દ્ર સરકારે 1 જૂનથી પાંચ મહિના માટે રૂ પરની આયાત ડ્યુટી નાબૂદ કરતા કપાસના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે અને ખેડૂતો રાબેતામુજબ આયાત ડ્યુટી યથાવત રાખવાની માગ કરી છે.

કેન્દ્ર સરકારે 1 જૂનથી રૂ ની આયાત ડ્યુટી 5 મહિના સુધી નાબૂદ કરવાનો નિર્ણય લેતા કપાસ પકવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતો એ આ આયાત ડ્યુટી યથાવત રાખવાની માગ કરી છે. વિશ્વબજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે આયાત ડ્યુટી ચાલુ રાખવાની સરકારને રજૂઆત કરાઈ છે. દેશમાં કપાસ ઉત્પાદનમાં અત્યાર સુધી ગુજરાત પ્રથમ ક્રમે હતુ જે કપાસનું ઉત્પાદન ધીમે ધીમે ઘટતા મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે જઈ રહ્યુ છે.

પહેલેથી જ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે કપાસની ખેતી છોડી રહ્યા છે. ગત વર્ષે પણ 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યુ હતુ. ત્યારે ખેડૂતોએ કસ્ટમ ડ્યુટી નાબૂદ કરાતા ખેડૂતોને મોટુ નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરી છે.

હાલ રાજ્યમાં ધીમે ધીમે કપાસનું ઉત્પાદન ઘટ રહ્યુ છે. ત્યારે વિદેશમાંથી કપાસની આયાત થશે તો ખેડૂતોને નુકસાન જશે. હાલ સરકારે રૂ ની આયાત ડ્યુટીને ઓક્ટોબર સુધી નાબૂદ કરવાની જાહેરાત કરી છે જેનાથી બેસિક કસ્ટમ ડ્યુટી તેમજ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ 5 મહિના માટે નાબૂદ કર્યો છે. 1 લી જાન્યુઆરીથી રૂ પર 11 % ડયૂટી વસૂલવામાં આવી રહી હતી. તે ચાલુ રાખવા ખેડૂતોએ માગ કરી છે. હાલ સરકારે 1 જૂની ઓક્ટોબર સુધી આયાત ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે અને સરકારના આ નિર્ણયથી કપાસના ખેડૂતોને મોટુ નુકસાન જવાનું જણાવ્યુ છે.

Input Credit- Baldev Suthar- Surat

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

Published on: Jun 01, 2026 03:49 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">