AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતને સૌથી મોટો ઝટકો, ઈરાનના Strait of Hormuz અને તેલની કિંમતોને લઈ ચોંકાવનારા સમાચાર.. અમેરિકા પણ હેરાન

ઈરાનના નવા વલણથી વૈશ્વિક બજારમાં હલચલ છે. અમેરિકા સાથેની વાટાઘાટો સ્થગિત થતાં હોર્મુઝ સ્ટ્રેટમાં અનિશ્ચિતતા વધી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં 5% નો ઉછાળો આવ્યો છે.

| Updated on: Jun 01, 2026 | 10:19 PM
Share
ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ અને ક્રૂડ ઓઈલના ભાવને લઈને ઈરાને લીધેલા નવા વલણથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે. આ ઘટનાનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે. મળતી માહિતી અનુસાર, ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત હાલ માટે સ્થગિત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ દ્વારા લેબનોન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને સ્થિતિ હજુ પણ તંગ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાને પોતાનું કડક વલણ અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે.

1 / 5
ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી યુદ્ધવિરામ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, આ ચર્ચાઓમાંથી અત્યાર સુધી કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી. હવે ઈરાનના નવા નિર્ણયથી આ વાટાઘાટોની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે.

2 / 5
અહેવાલો અનુસાર, ઈરાને અમેરિકા સાથેની ચર્ચાઓ સ્થગિત કરવાનો કોઈ સત્તાવાર સંદેશ જાહેર કર્યો નથી, પરંતુ તેનો અભિગમ સ્પષ્ટ છે. ઈરાનનું કહેવું છે કે લેબનોન અને ગાઝા સંબંધિત તેની માંગણીઓ પર યોગ્ય પ્રગતિ ન થાય ત્યાં સુધી તે ફરીથી ચર્ચાના ટેબલ પર પાછું ફરશે નહીં.

3 / 5
ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ આ મુદ્દે એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈરાનના આ વલણને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામ કરાવવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ અનિશ્ચિતતા વધી છે. અહેવાલ મુજબ, આ મહત્વપૂર્ણ જળમાર્ગ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખુલશે તેવી શક્યતા ઓછી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે, તેથી તેની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે.

4 / 5
ઈરાનના વલણ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગેની અનિશ્ચિતતાના સમાચાર બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો નોંધાયો હતો. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે છે, તો ભારત સહિત તેલ આયાત પર નિર્ભર દેશોમાં ઈંધણના ભાવ વધવાની શક્યતા વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઊંડો બનશે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા બજાર અને સામાન્ય ગ્રાહકોના ખર્ચ પર પણ જોવા મળી શકે છે.

5 / 5

ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે ડીલ, પિયુષ ગોયલે આપ્યું મોટું નિવેદન

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video

રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ

પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ

15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

g clip-path="url(#clip0_868_265)">