AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સરકારી પગાર ઓછો પડ્યો...! લાંચિયા અધિકારીના ઘરેથી મળી આવ્યું કરોડોનું કાળું નાણું - જુઓ Video

Breaking News: સરકારી પગાર ઓછો પડ્યો…! લાંચિયા અધિકારીના ઘરેથી મળી આવ્યું કરોડોનું કાળું નાણું – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 5:45 PM
Share

ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. અધિકારીના ઘર અને કારમાંથી કરોડોની રોકડ અને સોનું મળી આવતા માહોલ ગરમાયું છે.

ગાંધીનગર વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારી ‘એ.બી. ચૌધરી’ની એસીબી (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંચિયા અધિકારીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો તેમજ કારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન કરોડોની રોકડ અને દાગીના મળી આવ્યા છે.

તપાસ દરમિયાન અધિકારીના મકાનો અને કારમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, રૂપિયા 88 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડી પણ જપ્ત કરાયા છે. આમ જોવા જઈએ તો, સર્ચ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 2 કરોડ 64 લાખથી વધુની બેનામી મત્તા જપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અધિકારીએ સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના મામલે લાંચ માગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ફરિયાદને આધારે ACBએ લાંચિયા અધિકારીની કારમાં સર્ચ કરતા સૌ પ્રથમ અધિકારીની કારમાંથી પાંચ લાખ રોકડા મળ્યા હતા. જો કે, ત્યારબાદ ગાંધીનગર અને સુરતના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને દાગીના મળી આવ્યા. એ.બી. ચૌધરી મૂળ સુરતનો વતની છે અને હવે 8 મહિનાની નોકરી બાકી છે.

ચારેક વર્ષથી ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં કામ કરતો એ.બી. ચૌધરી સોલાર સિસ્ટમની મંજૂરી આપવા માટે લાંચ માંગતો. ટૂંકમાં, અરજદાર પાસેથી ફાઈલ ક્લિયર કરાવવા તે લાખો રૂપિયા વસૂલતો હતો. જો કે, આ લાંચિયા અધિકારીની સાથે બીજા કોની કોની સંડોવણી છે, તેની ACB તપાસ કરી રહી છે.

Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો,પુરૂષોત્તમ પીપળીયાએ મુકી નવી પોસ્ટ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">