અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટ રોડના વિસ્તરણને રોકવા હાઇકોર્ટનો ઇનકાર
આઈપીએલ ફાઈનલના બીજા જ દિવસે હાઇકોર્ટે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે મહત્વના ગણાતા રોડ વિસ્તરણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટના રોડના વિસ્તરણની કામગીરીને રોકવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે. આઇપીએલ ફાઇનલના બીજા જ દિવસે જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની વેકેશન બેન્ચે વચગાળાની રાહત માંગતી 4 અરજદારોની અરજીને ફગાવી દીધી છે.
કોર્ટના આ નિર્ણયથી હવે રોડ વિસ્તરણની કામગીરી આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. એએમસી (AMC) એ કોર્ટમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે આ માર્ગનું વિશેષ મહત્વ છે અને આ સમગ્ર પ્રોજેક્ટમાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.
Breaking News: GTને સાથે અને RCBને સપોર્ટ! મેચ કોઈ પણ જીતે ફાયદો તો આ ગ્રુપને જ થશે જાણો આ અનોખો કિસ્સો
Follow Us
Latest Videos
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
