AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: વનડે જેવો કમાલ T20માં કરશે ટીમ ઈન્ડિયા? જાણો શુ કહે છે રેકોર્ડસ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી 3 મેચોની ટી20 સિરીઝ શરુ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમા રમાનાર છે. ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 9:31 AM
Share
આજે શુક્રવારે રાંચીમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાનારી છે. ભારતીય ટીમ સામે વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમનો ક્લીન સ્વીપ થઈ ગયો હતો.  રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા કિવી ટીમના વનડે જેવા હાલ કરવા ઇચ્છશે. બંને ટીમોના ટી20 રેકોર્ડસ પર એક નજર કરીએ.

1 / 5
વર્ષ 2007માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાઈ હતી. ત્યારથી આજ સુધી બંને ટીમો વચ્ચે 22 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. ભારતનો હાથ ટી20 ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે ઉપર રહ્યો છે. ભારતે 22 માંથી 12 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 9 મેચોમાં જીત મેળવી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

2 / 5
ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપ 2022 બાદ તુરત ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. જ્યાં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળી હતી. 3 મેચોની ટી20 સિરીઝમાં પ્રથમ અને અંતિમ એમ સિરીઝની બે મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી ટી20 મેચ રમાઈ હતી અને જે ભારતે જીતી લેતા 1-0 થી સિરીઝ નામે કરી લીધી હતી.

3 / 5
ન્યુઝીલેન્ડે અંતિમ વાર ભારત સામે 2021માં ભારત સામે ટી20 સિરીઝ રમી હતી. જેમાં પણ ન્યુઝીલેન્ડની ટીમે ભારત પ્રવાસ દરમિયાન હારનો સામનો કર્યો હતો. ભારતીય ટીમે પ્રવાસી કિવી ટીમનુ 3-0 થી ક્લીન સ્વીપ કરી દીધુ હતુ.

4 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટક્કર રાંચીમાં બીજી વાર થવા જઈ રહી છે. આ પહેલા બંને ટીમો વચ્ચે થયેલી ટક્કરમાં ભારતે 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. આમ તમામ રીતે ભારતનો હાથ ન્યુઝીલેન્ડ સામે ટી20 ક્રિકેટમાં ઉપર છે. આમ છતાં કિવી ટીમને હાલમાં હળવાશમાં લેવાય એમ નથી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">