ભારત ઓસ્ટ્રેલિયા T20 મેચમાં રનનો વરસાદ કરનાર યશસ્વી જયસ્વાલ મેરિડ છે કે અનમેરિડ?
યશસ્વી જયસ્વાલનું નામ ક્રિકેટ વર્તુળોમાં હાલના સમયમાં ખૂબ ચર્ચામાં છે. કેટલાક લોકો તેના સંઘર્ષની વાત કરી રહ્યા છે તો કેટલાક તેના રેકોર્ડની પ્રશંસા કરી રહ્યા છે. દરમિયાન, ઘણા ચાહકોના મનમાં આ પ્રશ્ન આવ્યો જ હશે કે શું યશસ્વીની કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? તો ચાલો અમે તમને તેમના એક જૂના નિવેદન વિશે જણાવીએ, જે તમને પણ ચોંકાવી દેશે.

યશસ્વી જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના સુરિયાવાન ગામમાં થયો હતો. તે મધ્યમ વર્ગના પરિવાર માંથી હતો. યશસ્વીના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ ભદોહીમાં હાર્ડવેરની નાની દુકાન ચલાવતા હતા. તેની માતા કંચન જયસ્વાલ ગૃહિણી છે. યશસ્વી તેના છ ભાઈ-બહેનોમાં ચોથા નંબરે છે.

યશસ્વી જયસ્વાલને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. 11 વર્ષની ઉંમરે, યશસ્વી ભારત માટે રમવાના તેના સપનાને સાકાર કરવા માટે એકલા મુંબઈ ગયા, જ્યાં તેણે મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડ્યો. પરંતુ પોતાના સમર્પણ અને મહેનતથી તેણે ક્રિકેટ શીખી અને પોતાનું સપનું પૂરું કર્યું.

બીજી તરફ ભારતનો ક્રિકેટ ક્ષેત્રે ઉભરતો સ્ટાર યશસ્વી જયસ્વાલ હજુ સિંગલ છે. હા, તેણે પોતે IPL 2023 દરમિયાન એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. ગર્લફ્રેન્ડ છે કે નહીં તેના સવાલ પર યશસ્વીએ કહ્યું હતું કે, હું અત્યારે પાર્ટનરની શોધમાં છું. હું ઈચ્છું છું કે મારા જીવનમાં એક સારી છોકરી આવે. આના પર હોસ્ટ ચોંકી ગયા હતા.

તેને પ્રશ્નોતરી દરમ્યાન કહેવામા આવ્યું હતું કે તમે માત્ર 21 વર્ષના છો, તમારી પાસે હજુ ઘણો સમય છે. આના પર યશસ્વીએ હસીને જવાબ આપ્યો, હા, હા, અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર છે.

યશસ્વી જયસ્વાલ હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 મેચમાં સારું પ્રદર્શન આપી રહ્યો છે. બીજી મેચમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર અડધી સદી ફટકારી છે. જોકે પ્રથમ મેચમાં પણ તેનું ધમાંકેદાર પ્રદર્શન રહ્યું હતું.
