IND vs ENG : આ બેટ્સમેન અમદાવાદનો સૌથી મોટો ખેલાડી છે, ફરી એકવાર જોવા મળશે શાનદાર ઇનિંગ્સ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત રોમાંચક મેચ જોવા મળશે. અમવાદના ક્રિકેટ સ્ટેડિયમ પર વનડે મેચમાં સૌથી વધારે રન બનાવનાર બેટસમેન રોહિત શર્મા છે. વિરાટ કોહલી પણ અહિ સારા રન બનાવ્યા છે પરંતુ તે રોહિત શર્માથી પાછળ છે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ODI મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝની ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીએ અહીં રમાશે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એક વખત રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ જોવા મળી શકે છે. કારણ કે, અમદાવાદમાં તેમણે સૌથી વધારે રન કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગત્ત વનડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. લાંબા સમય બાદ તેના બેટમાંથી રન આવ્યા છે પરંતુ હવે લાગે છે કે, તે ફોર્મમાં પાછો આવી ચૂક્યો છે.

જો આપણે અમદાવાદની વાત કરીએ તો અહિ વનડેમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રોહિત શર્મા છે.

રોહિત શર્મા અહિ 7 વનડે મેચ રમી 354 રન બનાવ્યા છે. તે 100થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે. અમદાવાદના આ સ્ટેડિયમ પર રોહિત શર્માએ 3 અડધી સદી ફટકારી છે પરંતુ સદી ફટકારી શક્યો નથી. હવે આશા છે કે, 12 ફેબ્રુઆરીના દિવસે તે ચાહકોની આ આશા પૂર્ણ કરે.

ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ છે. ભારતને હજુ એક આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રહેશે. જેમાં નિશ્ચિત રુપથી કોહલી અને રોહિતની મહત્વની ભૂમિકા હશે. ભારતની પહેલી ચેમ્પિયન ટ્રોફી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 20 ફેબ્રુઆરીના દિવસે છે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

હવે જોવાનું રહેશે કે, છેલ્લી વનડે મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે. પરંતુ તમામની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેવાની છે.
રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિત શર્માના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
