AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : ગાબામાં ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારતે 4 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા

IND vs AUS 3rd Test Highlights: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે માત્ર 23 ઓવર જ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે દિવસની રમતના અંતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

| Updated on: Dec 16, 2024 | 3:07 PM
Share
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી.

1 / 5
બીજા દિવસે કુલ 88 ઓવર નાખવામાં આવી હતી. ત્રીજા દિવસે હવામાને ખૂબ પરેશાન કર્યા. વરસાદને કારણે ઘણી વખત રમત રોકવી પડી હતી. આખરે પ્રકાશની સમસ્યા આવી. તેથી માત્ર 23 ઓવર જ રમાઈ શકી હતી.

2 / 5
ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી હતી.

3 / 5
445 રનના જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 6 બોલ રમ્યા બાદ ખાતુ ખોલાવ્યા વગર અણનમ છે. જ્યારે કેએલ રાહુલ 64 બોલમાં 33 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

4 / 5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાબા ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે વરસાદની સંભાવના છે. (All Photo Credit : PTI)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">